પૂર્વી ટાવરમાં AC કોમ્પ્રેસર ફાટતાં 8મા માળે આગ, 10થી વધુ લોકોને કરાયા રેસ્ક્યૂ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પૂર્વી ટાવરમાં ACના કોમ્પ્રેસર ફાટતાં 8મા માળે આગ લાગી.

પૂર્વી ટાવરમાં લાગી આગ

પૂર્વી ટાવરમાં લાગી આગ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 8મા માળે બુધવારે ભીષણ આગ લીગી હતી. આ આગનું કારણ એસીના કોમ્પ્રેસર ફાટવાનું હતું, જેના કારણે ઘરમાં રહેલા 2 ગેસના બાટલા પણ વિસ્ફોટ સાથે ફાટ્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતાં મકાનમાં રહેલા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા.
આગના ધુમાડા અને ભયને લીધે ટાવરના નવમા અને દસમા માળના રહેવાસીઓને તાત્કાલિક ધાબા ઉપર લઇ જવામાં આવ્યા. તેમાં 10થી વધુ લોકોને ધાબા પર રખાયા હતા. ફાયર વિભાગને જાણ થતાં જ 15 ફાયર ફાયરની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવા માટે પાણીના મારા ચલાવ્યા હતા.
ફાયર વિભાગ દ્વારા સ્નોર્કલ લેડર વડે ધાબે રહેલા લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2 બાળકો અને 1 મહિલા સહિત કુલ 4 લોકોને નીચે ઉતારવામાં આવ્યા છે. ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?