બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં આગ; મેજર કોલ જાહેર
પ્લાસ્ટિકના જથ્થાના કારણે આગ વિકરાળ, 2 કિ.મી. દૂર સુધી આગના ગોટેગોટા આકાશે ચડ્યા!

ભંગારના ગોડાઉનમાં આગ

ભંગારના ગોડાઉનમાં આગ
રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે સુરત જિલ્લાના બારડોલીમાં એક મોટી અને ભયાનક આગની દુર્ઘટના સામે આવી છે. બારડોલી વિસ્તારમાં આવેલા 11થી વધુ ભંગારના ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો સામાન અને અન્ય ભંગારનો જથ્થો ભરેલો હતો. આ જ કારણોસર આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એક પછી એક વસ્તુ આગની ચપેટમાં આવી ગઈ હતી. આગની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ધૂમાડાના ગોટેગોટા 2 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટપણે જોઈ શકાતા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી દ્વારા આ આગને 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. મેજર કોલ જાહેર થતાં જ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ ઓલવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી.
જોકે, ગોડાઉનોમાં પ્લાસ્ટિક અને ભંગારનો જથ્થો વધુ હોવાથી આગ પર કાબૂ મેળવવામાં ફાયર જવાનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ એટલી વિકરાળ છે કે તેને સંપૂર્ણપણે બુઝાવતા લાંબો સમય લાગી શકે છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી છે.
રાહતના સમાચાર એ છે કે આ વિકરાળ આગમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ ગોડાઉનોમાં રહેલા મોટા જથ્થાને કારણે કરોડોનું નુકસાન થવાની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?