સાયખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ , 24 ઘાયલ
2 કર્મચારીનું મોત, 24 ઘાયલ; આસપાસની 5 કંપનીઓને નુકસાન, ફાયર ટીમે 4 કલાકમાં આગ કાબૂમાં

વિસ્ફોટ બાદ આગ , 24 ઘાયલ

વિસ્ફોટ બાદ આગ , 24 ઘાયલ
ભરુચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી વિશાલ ફાર્મા કેમિકલ્સ કંપનીમાં મંગળ-બુધવારની મધરાતે લગભગ 2:30 વાગ્યે બોઇલર ફાટી પડતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ધડાકાથી આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો અને કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ. ઘટનામાં 2 કર્મચારીના મોત થયું છે, જ્યારે 24થી વધુ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક ભરુચ અને વાગરાની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે વિશાલ ફાર્મા કંપનીનું આખું સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને આસપાસની 4થી 5 કંપનીઓના શેડ અને મશીનરીને વ્યાપક નુકસાન થયું. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા અને લોકોમાં દહિશત ફેલાઈ ગઈ.
રાહત-બચાવ કામગીરી: 5 ફાયર ટેન્ડર, NDRF ટીમ તૈનાતઘટનાની જાણ થતાં જ ભરુચ, વાગરા અને દહેજના ફાયર વિભાગની 5થી વધુ ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગઈ. લગભગ 4 કલાકની જહેમત પછી આગ પર કાબુ મેળવવામાં આવ્યો. કાટમાળ હેઠળ કોઈ કર્મચારી ફસાયો હોવાની શક્યતા જોતાં NDRF અને SDRFની ટીમોને તૈનાત કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, SP મયુર ચાવડા અને અન્ય વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. GPCB અને ફોરેન્સિક ટીમ પણ તપાસ માટે પહોંચી ગઈ છે.
કારણોની તપાસ શરૂ: બેદરકારી કે ટેક્નિકલ ફોલ્ટ?પ્રાથમિક તપાસમાં બોઇલરમાં પ્રેશર વધી જવાથી વિસ્ફોટ થયો હોવાનું અનુમાન છે. કંપનીમાં કેમિકલ્સનું પ્રોડક્શન ચાલતું હોવાથી આગ ઝડપથી ફેલાઈ. વહીવટી તંત્રએ કંપની સંચાલકો સામે બેદરકારીનો કેસ નોંધવાની તૈયારી શરૂ કરી છે. મૃત કર્મચારીઓની ઓળખ હજુ થઈ નથી, જ્યારે ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
સાયખા GIDC રાસાયણિક અને ફાર્મા કંપનીઓનું મોટું હબ છે, અહીં અગાઉ પણ આવા અકસ્માતો થયા છે. વિપક્ષે સરકાર પર સેફ્ટી નિયમોના અમલના પ્રશ્નો ઉઠાવ્યા છે.
ઔદ્યોગિક સેફ્ટી પર સવાલ! ક્યારે અટકશે આવા અકસ્માતો?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?