ગુજરાતમાં 10 વર્ષમાં FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 533 ટકાનો વધારો
9 અબજથી વધીને 57 અબજ ડોલર સુધી પહોંચ્યો એપ્રિલ-2000 થી અત્યાર સુધી કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) 86 ટકા નોંધાયું

FDI ઇક્વિટીમાં વધારો

FDI ઇક્વિટીમાં વધારો
ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસના મોડેલ તરીકે ઊભરી રહ્યું છે. મજબૂત નીતિગત માળખું (પોલિસી ફ્રેમવર્ક), વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા માટેની વ્યૂહરચના સાથે ગુજરાતે વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. અનુકૂળ દૂરંદેશી નીતિઓના કારણે છેલ્લા દાયકામાં ગુજરાતની FDIમાં 533 ટકાનો વધારો નોંધાયો છે.
ડિસેમ્બર-2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધી ગુજરાતે પ્રાપ્ત કરેલા કુલ FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છેલ્લા એક દાયકામાં એટલે કે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 સુધીમાં નોંધાયા છે.
ગુજરાતે એપ્રિલ 2000થી માર્ચ 2014 સુધી માત્ર 9.51 અબજ ડોલર જેટલો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. જ્યારે એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગુજરાતે હરણફાળ ભરતાં 57.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો પ્રાપ્ત કર્યો હતો. જે પાછલા 24 વર્ષોમાં ગુજરાતે મેળવેલા 67.16 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 86% છે.
DPIIT ના રિપોર્ટ મુજબ, નાણાંકીય વર્ષ 2024-25ના પહેલા છ માસમાં ગુજરાતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણના પ્રવાહમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાંકીય વર્ષ 2023-24માં FDI ઇક્વિટી ઇન્ફ્લો 2.29 અબજ ડોલર હતો. જે નાણાંકીય વર્ષ 2024-25માં 72.5% વધીને 3.95 અબજ ડોલર થયો હતો.
આ જ સમયગાળામાં રાષ્ટ્રીય સ્તરે પણ FDI ઇક્વિટી ઇન્ફ્લો 20.49 અબજ ડોલરથી વધીને 29.79 અબજ ડોલર થયો છે. જે 45.4%ની વૃદ્ધિ દર્શાવે છે. DPIITના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ભારતમાં કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI)નો પ્રવાહ 1.03 ટ્રિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. જે દેશનો આર્થિક વિકાસ અને વૈશ્વિક રોકાણકારોનો ભારતમાં વધી રહેલો વિશ્વાસ સૂચવે છે. જો આપણે આ આંકડામાં FDI ઇક્વિટી ઇન્ફ્લોને સમજીએ તો છેલ્લા 24 વર્ષમાં ભારતમાં 708.65 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો આવ્યો છે.
આ જંગી FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. રાજ્યને કુલ 67.16 અબજ ડોલરનો FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે. જે આ સમયગાળા દરમિયાન ભારતમાં આવેલા FDIના 9.5% છે. એપ્રિલ 2014થી સપ્ટેમ્બર 2024 દરમ્યાનના આંકડા પર નજર કરીએ તો ગુજરાતને આ સમયગાળા દરમ્યાન 57.65 અબજ ડોલરનો વિક્રમી FDI ઇક્વિટી ઇન્ફ્લો મળ્યો છે. જે આ સમયગાળા દરમિયાન દેશમાં આવેલા 492.27 અબજ ડોલર FDI ઇક્વિટી ઇન્ફ્લોના 11.7% છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.