દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત
વડોદરા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અકસ્માત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અકસ્માત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અકસ્માત
એક્સપ્રેસ વે પર કારની ટક્કરથી બે મજૂરોના મોત :
વડોદરાના પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બુધવારે સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પાદરાના સરસવણી ગામ પાસે હાઇવે પર સમારકામની કામગીરી કરી રહેલા પાંચ મજૂરોને એક પૂરઝડપે આવી રહેલી કારે અડફેટે લીધા હતા. આ ભીષણ ટક્કરમાં બે મજૂરોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ મજૂરોનો આબાદ બચાવ થયો છે.
અકસ્માતની વિગતો :
મળતી માહિતી અનુસાર, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સરસવણી ગામ પાસે પાંચ મજૂરો રોડ મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા. બુધવારે સવારે લગભગ 9 વાગ્યાના અરસામાં, વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી કામ કરી રહેલા મજૂરો પર ફરી વળી. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મજૂરો – દિલીપ દહિયા અને મનોજ કુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમના મોત નિપજ્યા હતા.
આ અકસ્માત વિશે બચી ગયેલા એક સાથી મજૂર સાગર પ્રજાપતિએ જણાવ્યું કે, તેઓ સવારે 8:30 વાગ્યે સાઇટ પર સેફ્ટી સાધનો પહેરીને કામ કરી રહ્યા હતા. તે સમયે અતિશય સ્પીડમાં આવેલી ગાડીએ તેમના સાથીઓને ટક્કર મારી હતી.
પોલીસે તપાસ શરૂ કરી :
ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે કાર ચાલકને પકડવા માટે ઝડપથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?