પોરબંદરમાં ગમખ્વાર અકસ્માત: 4 યુવાનોના મોત
એરપોર્ટ રોડ પર બે બાઈક વચ્ચે પ્રચંડ ટક્કર; વહેલી સવારે સર્જાયેલી દુર્ઘટનામાં ચાર યુવાન

ચાર પરિવારના દુખનો માહોલ

ચાર પરિવારના દુખનો માહોલ
સુદામાપુરી પોરબંદરમાં આજે સોમવારની વહેલી સવાર રક્તરંજિત સાબિત થઈ છે. શહેરના એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલા અત્યંત ભયાનક અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. આજે (૬ઠ્ઠી એપ્રિલ, ૨૦૨૬) વહેલી સવારે અંદાજે ૫:૦૦ થી ૬:૦૦ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનાએ સમગ્ર પોરબંદર પંથકમાં અરેરાટી મચાવી દીધી છે. આ અકસ્માતમાં અન્ય એક ૧૪ વર્ષીય કિશોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ઘટનાની વિગત: બે બાઈક વચ્ચે સીધી ટક્કરપ્રાપ્ત વિગતો અનુસાર, એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ (GJ 25 AF 0530 અને GJ 25 AE 9772) ફૂલ ઝડપે સામસામે આવી રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી રસ્તાઓ સૂમસામ હતા, પરંતુ બંને ચાલકોએ વાહન પરનું સંતુલન ગુમાવતા બંને બાઈક વચ્ચે પ્રચંડ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઈક પર સવાર કુલ પાંચ યુવાનો હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને બાઈકના સ્પેરપાર્ટ્સ તેમજ કાચના ટુકડાઓ રસ્તા પર વેરાયેલા જોવા મળ્યા હતા.
હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણના શ્વાસ થંભી ગયાઅકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તંત્ર અને સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પાંચેય ઇજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને પહોંચતા પહેલા જ ત્રણ યુવાનોના પ્રાણ પંખેરા ઉડી ગયા હતા.
મૃતકો અને ઇજાગ્રસ્તની વિગત:
મિલન બાદરશાહી (૨૬ વર્ષ): હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.
દિપેશ ઢાકેચા (૧૮ વર્ષ): હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.
વનરાજ ઝાલા (૧૭ વર્ષ): હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા.
પિયુષ લોઢારી (૨૪ વર્ષ): ગંભીર ઇજાઓને કારણે વધુ સારવાર માટે જામનગર લઈ જતી વખતે ખંભાળિયા નજીક રસ્તામાં દમ તોડ્યો.
પ્રતિક નિલેશ જેઠવા (૧૪ વર્ષ): હાલ ગંભીર હાલતમાં પોરબંદરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
માત્ર ૧૪ થી ૨૬ વર્ષની વયના આ પાંચેય યુવાનો પોરબંદરના સોની બજાર અને પંચહાટડી જેવા વિસ્તારોના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. રજાના દિવસોમાં અથવા વહેલી સવારે કોઈ કામ અર્થે નીકળેલા આ યુવાનોના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતા તેમના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં માતા-પિતા અને સ્વજનોના હૃદયદ્રાવક રૂદનથી પથ્થર દિલના માણસોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ચાર-ચાર આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો છે.
પોલીસ તપાસ અને કાર્યવાહીઘટનાની જાણ થતા જ પોરબંદર પોલીસનો કાફલો હોસ્પિટલ અને અકસ્માતના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને ક્ષતિગ્રસ્ત બાઈક કબજે કરીને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. એરપોર્ટ રોડ પર વહેલી સવારે આટલી ગંભીર ટક્કર કયા સંજોગોમાં થઈ, શું કોઈ વાહન રોંગ સાઈડમાં હતું કે પછી ઓવરસ્પીડ કારણભૂત છે, તે જાણવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
આ ગમખ્વાર અકસ્માત ફરી એકવાર રોડ સેફ્ટી અને ખાસ કરીને યુવાનોમાં વધતા જતા સ્પીડના ક્રેઝ સામે લાલબત્તી સમાન છે. ચાર દીકરાઓના અકાળે અવસાનથી પોરબંદરે આજે ચાર રત્નો ગુમાવ્યા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.