નવસારીમાં ગમખ્વાર અકસ્માત: એકનું મૃત્યુ, ત્રણ ઘાયલ
સ્પીડના કારણે કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ; વિસ્તારમાં શોકનું મોજું

ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ

ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ
નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે (અંદાજે 11 વાગ્યા આસપાસ) પૂરપાટ ઝડપે દોડતી એક કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી આ કાર સેન્ટ્રલ મોલ નજીક રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે જોરદાર ટકરાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે ત્રણ માસૂમ બાળકોને ઈજાઓ પહોંચી છે.
શ્વાનને બચાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યોપ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મોડી રાત્રે કારની ગતિ ઘણી વધારે હતી. સેન્ટ્રલ મોલ પાસે અચાનક રસ્તા વચ્ચે એક શ્વાન આવી જતાં કાર ચાલકે તેને બચાવવાના પ્રયાસમાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા જ કાર ધડાકાભેર રોડના ડિવાઇડર સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.
ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયાઆ દર્દનાક અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું. તેમની સાથે કારમાં સવાર ત્રણ બાળકો પણ ઘાયલ થયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્ત બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે કાયદેસરની તપાસ શરૂ કરી છે. મોડી રાત્રે બનેલા આ કરુણ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં શોક અને ગમગીનીનો માહોલ છવાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?