ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતિત
27 થી 29 ડિસેમ્બર દરમિયાન પડી શકે માવઠું

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતિત

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતિત
ગુજરાતમાં શિયાળાના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત તેમજ કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાંથી આવતી ભેજ અને પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે બે દિવસ માટે ઠંડા પવન સાથે 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે.
કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાક પર નકારાત્મક અસર થઈ શકે છે. ફળોના પાકમાં ઈયળ અને અન્ય જીવાતોના હુમલાની શક્યતા છે. તુવેર, મુળા અને અન્ય શાકભાજીના પાકમાં જીવાત અને ફૂગ સંબંધિત બીમારીઓ પેદા થઈ શકે છે. ખેડૂતોને પાક સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.
27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ, મધ્ય ગુજરાતમાં ભેજવાળા વાતાવરણ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતો માટે કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે. જેમાં પાક સુરક્ષા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને પાકને બચાવવા પ્રયાસ કરવા, ખેતરોમાં પાણી ઠાલવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા, ફળોના પાક અને શાકભાજી પાકને ઘરના નીચે રાખીને સુરક્ષિત કરવા, માવઠાના કારણે પાકને થનારા નુકસાનને ઘટાડવા માટે તજજ્ઞોની સલાહ લેવા અપીલ કરી છે.
માવઠાના કારણે રાજ્યના લોકોને આરોગ્ય અને મુસાફરી માટે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોએ ઠંડા પવન અને ભેજવાળા વાતાવરણ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માટે આ આગાહી ચિંતાનો વિષય બની છે. પાકની સુરક્ષા માટે સમયસર પગલાં લેવા અને હવામાનના પરિવર્તન અંગે સાવચેત રહેવું જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.