વાવ તાલુકાના ખેડૂતોનો પાણી મુદ્દે ચૂંટણી બહિષ્કાર
22 ગામના ખેડૂતોએ એકઠાં થઈ અધૂરી કેનાલ મુદ્દે રાજ્ય સરકાર સામે મોરચો માડતાં તંત્રમાં દોડધામ

વાવ તાલુકામાં નર્મદા કેનાલની અધૂરી કામગીરી

વાવ તાલુકામાં નર્મદા કેનાલની અધૂરી કામગીરી
વાવ તાલુકાના વાસરડામાં બેઠક કરી 22 ગામોના ખેડૂતોએ અધૂરી નર્મદા કેનાલના કામ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો છે. વર્ષ 2022થી શરૂ થયેલું કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતોએ 'પાણી નહીં તો વોટ નહીં' કહી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાળે વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. વાવ તાલુકાના વાસરડા ગામે પાણી માટે એકઠાં થઈ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે 2022 થી શરુ થયેલું કામ હજુ સુધી પુરું થયું નથી. કામ અધૂરું રહેતા ખેડૂતો અકળાયા છે. 22 ગામના ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે નર્મદા કેનાલનું કામ પૂર્ણ નહી થાય અને પાણી નહીં આવે તો મતદાન નહીં કરવામાં આવે અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ખેડૂતોએ જણાવ્યું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં કેનાલની કામગીરી પૂરી કરવામાં આવી નથી. જેના કારણે હજારો ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે.
રાજ્ય સરકારે વર્ષ 2026ના પ્રારંભે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો બનાવ્યો છે. તેથી વાવ-થરાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વાવ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વખતે મુદ્દો રાજકીય પક્ષોનો નહીં પણ પ્રજાની પાયાની જરૂરિયાત એટલે કે સિંચાઈના પાણીનો છે. વાવ તાલુકાના વાસરડા ગામે ખેડૂતો એકઠા થઈને રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો. દેવપુરાથી સુઈગામ તરફની અધૂરી પડેલી નર્મદા કેનાલની કામગીરીના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 2022 માં ખેતી માટે નવી કેનાલની મંજૂરી આપવામાં આવી હતી. નવી કેનાલ 22 ગામોને જોડતી એક મહત્વકાંક્ષી યોજના છે. નવી કેનાલ મંજૂર થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી હજુ પણ અધ્ધરતાલ છે. તંત્રની બેદરકારીના કારણે મંથરગતિએ કામ ચાલતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જેના કારણે હજારો ખેડૂતો બીજો પાક નહી લઈ શકતાં આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
વાસરડા ગામ ખાતે એકઠાં થયેલા ખેડૂતોએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે, અમે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ તંત્ર કે સ્થાનિક પ્રતિનિધિઓ ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર નથી. 22 ગામોના ખેડૂતો અત્યારે સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં હોવાનો સંકેત આપ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ચૂંટણી પહેલા કેનાલનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે અને ખેતરો સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા નહીં થાય તો 22 ગામોના હજારો મતદારો મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. તેવા સમયે રાજ્યની ભાજપ સરકારના નેતાઓ પણ ખેડૂતો જોડે ભોંઠા પડી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.