ઈન્દિરાને બહાર કાઢવી રેસ્ક્યૂ ટીમ માટે ચેલેન્જ
30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી, હવે ફરી રોબોટની મદદથી બચાવ કામગીરી શરૂ

બોરવેલમાં પડેલી ઈન્દિરાનું 30 કલાકથી રેસ્ક્યૂ ચાલુ

બોરવેલમાં પડેલી ઈન્દિરાનું 30 કલાકથી રેસ્ક્યૂ ચાલુ
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની યુવતી બોરવેલમાં પડી જતાં સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જોકે, ચિંતાની વાત એ છે કે, સોમવારે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. જોકે, હાલ યુવતી 100 ફૂટ જ દૂર છે. નજીકના સમયમાં જ યુવતી બહાર આવે તેવી શક્યતા છે.
ભુજના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડેલી યુવતીને બહાર કાઢવાની કામગીરી તંત્ર દ્વારા સતત ચાલી રહી છે. દરમિયાન સવારે યુવતી 400 ફૂટ સુધી બોરવેલમાં ઉપર આવી ગઈ હતી અને માત્ર 100 ફૂટ જમીનથી દૂર રહી હતી. જોકે, ત્યારબાદ રોબોટનું હુક છટકી જતા યુવતી પરત બોરવેલના તળિયે સરકી ગઈ હતી. જેને લઈ યુવતીને ફરી બહાર લાવવાની કામગીરી એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી ગઈ હતી. હવે ફરી રોબોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. યુવતી ઈન્દિરાને બહાર કાઢવી રેસ્ક્યૂ ટીમ માટે હાલ ચેલેન્જનો વિષય બન્યો છે.
ગાંધીનગરથી NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. BSF, આર્મી, ડિઝાસ્ટર અને ફાયર વિભાગની રેસ્ક્યૂ ટીમોની ભારે જહેમત બાદ સફળતા ન મળતા હવે NDRFની ટીમ કામે લાગી છે. સોમવારે સવારના 6 વાગ્યાની યુવતી બોરવેલમાં ફસાયેલી છે. રેસ્ક્યૂ કામગીરી માટે કચ્છ વહીવટી તંત્ર પણ સતત ખડેપગે તૈનાત છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.