પૂર્વ કોર્પોરેટરના બંગલામાં ખંડણી, ચેઈન લૂંટી
મોહન દેસાઈ નામના યુવકની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ કરી

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી
પશ્ચિમમાં આવેલા નારણપુરામાં આવા જ એક શખ્સે પૂર્વ કોર્પોરેટરના બંગ્લામાં ગેરકાયદેસર પ્રવેશ કરી હુમલો કર્યો અને તેઓના દિકરા પાસે પાંચ લાખની ખંડણી માંગી પૂર્વ કોર્પોરેટરના ગળામાં પહેરેલી સોનાની ચેઈનની લૂંટ ચલાવી છે. જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડ્યો છે.
નારણપુરા પોલીસે મોહન દેસાઈ નામના યુવકની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ કરી છે, આ આરોપી નવરંગપુરા વિસ્તારમાં રહે છે અને લાંબા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ આચરે છે,આ શખ્સની ધરપકડ પૂર્વ કોર્પોરેટરના પુત્રને મારી નાખવાની ધમકીઓ આપી 5 લાખની ખંડણી માંગી તેમજ સોનાની ચેઈનની લૂંટ કરવાના ગુનામાં કરવામાં આવી છે. ઘટના કઈંક એવી છે કે નારણપુરામાં રહેતા અને ભૂતકાળમાં 3 ટર્મમાં કોર્પોરેટર રહી ચુકેલા નીતીનભાઈ પટેલ હાલ અંકુર પાસે બાલાજી ફાસ્ટ ફૂડ નામથી દુકાન ધરાવી વેપાર કરે છે.
નીતીનભાઈના મોટા બા ગુજરી જતા 20મી જુલાઈના રાતના સમયે થલતેજ ખાતે મરણ પ્રસંગમાં નીમીતે યોજાયેલા ભજનમાં પરિવાર સાથે ગયા હતા. સાંજના સમયે તેમની સાથે ત્યાં હાજર હતા તે દરમિયાન જમાઈ વિશાલ પટેલના ફોનમાં અજાણ્યા શખ્સનો ફોન આવ્યો અને તેણે ગાળાગાળી કરી નિતીન પટેલનો દિકરો રવિરાજ તેના ફોન ઉપાડતો નથી તેમ કહી તેની સાથે વાત કરાવવા કહ્યું, જોકે વિશાલ પટેલ મરણ પ્રસંગના ભજનમાં હોવાથી વાત કરાવવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને ગાળો આપી મળવા આવવાનું કહ્યું હતું. જે બાદ નીતીનભાઈ પટેલ પરિવાર સાથે ઘરે પહોંચતા આરોપી મોહન દેસાઈ ત્યાં પહોંચ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો.
નીતીન ભાઈનો દિકરો રવિરાજ પટેલ પી.જી ચલાવે છે અને આરોપી મોહન દેસાઈ તેની સાથે શાળામાં અભ્યાસ કરતો હોવાથી રવિરાજને ઓળખતો હતો. જોકે અચાનક તેણે રવિરાજ પાસે ખૂબ રૂપિયા છે એવુ વિચારી તેનાં ઘરે જઈને ઝપાઝપી કરી પાંચ લાખની ખંડણી માંગી હતી અને બાદમાં નીતીનભાઈ પટેલના ગળામાં રહેલી સોનાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયો હતો. જે મામલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મોહન દેસાઈ અગાઉ પણ અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે અને બે વાર પાસા પણ કાપી ચુક્યો છે.
આ ઘટના પહેલા આરોપીએ નીતીનભાઈ પટેલના જમાઈને ફોન કરી ધમકીઓ પણ આપી હતી, અને તે જ્યારે તેઓના ઘરે પહોંચ્યો હતો ત્યારે નશાની હાલતમાં હોવાથી તેની સામે દારૂ પીવાનો પણ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી તેણે આ રીતે અન્ય કોઈને ડરાવી ધમકાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!