ચમરબંદીને નહિ છોડાય: દરેક દુર્ઘટના બાદ સરકારના પોકળ વાયદા
ગુજરાતમાં સતત બનતી દુર્ઘટનાઓ તંત્રના ખાલી વચનો સામે વાસ્તવિક જવાબદારીનો અભાવ દર્શાવે છે

ગુજરાતમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત

ગુજરાતમાં દુર્ઘટનાઓનો સિલસિલો યથાવત
ગુજરાતમાં વારંવાર મોટી દુર્ઘટનાઓ બનતી રહી છે. દરેક ઘટનાની પછી સરકાર કડક પગલાં લેવા પોકળ વચનો સામે આવતા હોય છે. અફસોસની વાત એ છે કે, આ દુર્ઘટનાઓના મુખ્ય કારણો અગાઉથી ટાળવા યોગ્ય રહ્યા હોવા છતાં તંત્ર સમયસર હરકતમાં આવતું નથી. પરિણામે સામાન્ય નાગરિકોની જિંદગીઓ જોખમમાં પડે છે.
ભૂતકાળની ઘટનાઓથી પણ કોઈ શીખ નહિ
પાછલા કેટલાક વર્ષોમાં રાજ્યે અનેક ઘટનાનો સામનો કર્યો છે. જેમ કે, કાંકરિયાની રાઈડ તૂટી પડવી (2019), સુરત તક્ષશિલા આગ (2019), ભરૂચ અને શ્રેયસ હોસ્પિટલ આગકાંડ (2020-21), મોરબી ઝૂલતો પુલ તૂટી પડવો (2022), હરણી તળાવ બોટ દુર્ઘટના (2024) અને તાજેતરની ગંભીરા બ્રિજ દુર્ઘટના (2025). દરેક ઘટનામાં સરકારે તપાસ અને કડક પગલાંની ખાતરી આપી પરંતુ સમય જતા તમામ ભૂલાઈ ગયું છે.
મોટા અકસ્માતોની યાદી અને ખાલી વચનો
છેલ્લાં 6-7 વર્ષમાં થયેલી મોટી દુર્ઘટનાઓ પર એક નજર કરીએ.
1) કાંકરિયા રાઈડ દુર્ઘટના (2019): AMC દ્વારા સંચાલિત જોયરાઈડ તૂટી પડતાં મોત થયા, છતાં સુરક્ષા મિકેનિઝમ ફરી સજ્જ ન થયું.
2) સુરત તક્ષશિલા આગકાંડ (2019): 22 વિદ્યાર્થીઓનાં મોત થયા. ફાયર NOC વિના ચાલતી બિલ્ડિંગો સામે આજે પણ કોઈ સતત કામગીરી નથી.
3) શ્રેયસ હોસ્પિટલ (2020) અને ભરૂચ હોસ્પિટલ આગ (2021): કોરોના દર્દીઓ જીવ ગુમાવે છે અને તંત્ર ફાયર ઓડિટની જાહેરાતો કરે છે, પરંતુ કાર્ય થતું નથી.
4) મોરબી પુલ તૂટી પડ્યો (2022): 135 લોકોના મોત થયા છતાં માત્ર તપાસ અને થોડી અટકાયતોથી વાત પુરતી થઈ ગઈ.
5) હરણી બોટ દુર્ઘટના (2024): બાળકોના મોત, છતાં લાઈફ જેકેટ અને ઓવરલોડિંગ સામે કોઈ આકરા નિયમ બનાવાયા નહીં.
6) રાજકોટ ગેમઝોન આગકાંડ (2024): ગેરકાયદેસર ગેમઝોન ઝોનમાં આગ, નિયમોના ઘોર ઉલ્લંઘન છતાં તાત્કાલિક કોઈ પગલાં નહિ.
7) ગંભીરા બ્રિજ તૂટી પડવો (2025): 10 લોકોએ જીવ ગુમાવ્યો, પુલનું સમારકામ કર્યું તો નવો પુલ કેમ ન બનાવાયો તે સવાલ.
ગમે તેટલી મોટી દુર્ઘટના, જવાબદારો બચી જાય
દર્દનાક વાત એ છે કે, દરેક ઘટના બાદ લોકોના જીવ જાય છે, સોશિયલ મીડિયા પર ગુસ્સો થાય છે, રાજકીય નિવેદનો આવે છે. પરંતુ ન તો વાસ્તવિક જવાબદારોને કાયદેસર સજા થાય છે, ન તો કાયમી તંત્રમાં ફેરફાર થાય છે. મોટા ભાગે ન તો કોઈ અધિકારી સસ્પેન્ડ થાય છે, ન તો પ્લાનિંગ અને સર્વેલન્સ સિસ્ટમને સુધારવામાં આવે છે.
ફાયર સેફ્ટી અને સ્ટ્રક્ચરલ ઓડિટ માત્ર કાગળ પર
ઘટનાઓ બાદ ખાસ કરીને ફાયર સેફ્ટી ઓડિટ, સ્ટ્રક્ચરલ ઓડિટ અથવા નિયમિત નિરીક્ષણની જાહેરાત થાય છે. પરંતુ તકેદારીનું પાલન કેટલું થાય છે એ પ્રશ્નચિહ્ન છે. દર વર્ષે આવા નિરીક્ષણો માત્ર કાગળ પર જ પૂરતા રહે છે.
દુર્ઘટના બાદ સરકારની પેટર્ન સ્પષ્ટ
દુર્ઘટના બાદ પોકળ વચનો આપવાના પછી તેને સરકાર પણ ભૂલી જાય અને જનતા પણ ભૂલી જાય.દરેક ઘટના બાદ સરકારા વચન આપે છે. "કોઈને છોડવામાં આવશે નહીં", "દર વર્ષની ઓડિટ થશે", "મોડ્યુલર સુરક્ષા નીતિ બનાવાશે" પરંતુ વાસ્તવમાં થાય શું? દોષિતો છૂટી જાય છે. નિવેદનો ફક્ત મીડિયા માટે હોય છે
રાજ્યના નાગરિકો માટે અફસોસજનક વાત એ છે કે, દરેક વખત તંત્ર દુર્ઘટના બાદ જ દોડી આવે છે. તેથી સવાલ એ થાય છે કે - શું જીવ ગયા પછી જ તકેદારી આવશ્યક બને છે? શું ઘટનાને અટકાવવી નીતિ બની શકે નહિ?
આગામી પગલાં શું હોવા જોઈએ?
સરકાર અને તંત્ર માટે હવે સમય સાચી જવાબદારી લેવાનો આવી ગયો છે. કડક વચનોને હકીકતમાં ફેરવવા માટે જરૂરી છે કે, સક્રિય મોનિટરિંગ, જાહેર રિપોર્ટિંગ અને ટેક્નોલોજી આધારિત સિસ્ટમો અમલમાં મૂકવી જોઈએ. દુર્ઘટનાઓ માટે જવાબદારોને દંડિત કરવામાં આવે, નાયબ સ્તરે જવાબદારી નક્કી થાય અને સ્કેમ અને ભ્રષ્ટાચારના મૂળ પર લાઠી ચલાવવી જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!