અમદાવાદમાં વિદેશી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
બોમ્બની ધમકીવાળા ઈમેલ બાદ મદીનાથી આવેલી ફ્લાઈટ અમદાવાદમાં ઉતારાઈ, મુસાફરો સુરક્ષિત

અમદાવાદ એરપોર્ટ પર ખળભળાટ

અમદાવાદ એરપોર્ટ પર ખળભળાટ
મદીનાથી હૈદરાબાદના રૂટ પર જઈ રહેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અણધાર્યું લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટમાં વિસ્ફોટક પદાર્થ હોવાની ધમકી આપતો એક ઈમેલ મળતાં જ એરપોર્ટ પ્રશાસન અને સુરક્ષા દળોમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવાયું હતું.
પ્રાથમિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ ગંભીર ધમકીને પગલે ફ્લાઈટનો રૂટ તાત્કાલિક બદલી નાખવામાં આવ્યો હતો અને તેને સુરક્ષાના કારણોસર અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુસાફરોમાં ગભરાટ, સઘન ચેકિંગ શરૂવિમાનના અચાનક ડાયવર્ઝન અને બોમ્બની ધમકીની ચર્ચાને કારણે ફ્લાઈટમાં સવાર મુસાફરોમાં સ્વાભાવિક રીતે જ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, લેન્ડિંગ થતાંની સાથે જ એરપોર્ટ પર તુરંત સુરક્ષા કવચ તૈયાર કરી દેવાયું હતું.
ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ, CISF, તેમજ ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની વિશેષ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
ઝોન 4 ડીસીપી અતુલ બંસલે આ બાબતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ટુકડી એરપોર્ટ પર તૈનાત છે. સલામતીના ભાગરૂપે તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢીને એરપોર્ટની અંદર સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંપૂર્ણ ચેકિંગ કરવાની કામગીરી ચાલી રહી છે.
હાલ સુરક્ષા દળો મુસાફરોના સામાન સહિત સમગ્ર વિમાનનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા છે, જેથી એ જાણી શકાય કે આ ધમકી માત્ર મજાક હતી કે પછી કોઈ ગંભીર કાવતરું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?