EDના દેશવ્યાપી દરોડા: મેડિકલ કોલેજોનું મોટું કૌભાડ
NMC અધિકારીઓ સામેલ: 10 રાજ્યોમાં 15 સ્થળોએ સર્ચ, શિક્ષણની ગુણવત્તા પર ગંભીર સવાલ

EDના દેશના 10 રાજ્યોમાં દરોડા

EDના દેશના 10 રાજ્યોમાં દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે ગુરુવારે દેશભરમાં મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મહાકૌભાંડના સંબંધમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ 10 રાજ્યોના 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ મોટા પગલાથી દેશના મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
તપાસનો આધાર અને કૌભાંડનું સ્વરૂપEDની આ કાર્યવાહીનો મુખ્ય આધાર સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, FIRમાં એવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે કે, કેટલીક મેડિકલ કોલેજોના સંચાલકોએ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના અધિકારીઓ સહિત અન્ય સરકારી અધિકારીઓને મોટી લાંચ આપી હતી.
લાંચનો હેતુ: આ લાંચ કોલેજોના ઇન્સ્પેક્શન (તપાસ) સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે આપવામાં આવી હતી.
ગેરરીતિ: આ ગુપ્ત માહિતી કોલેજોના મુખ્ય સંચાલકો અને વચેટિયાઓને પહોંચાડવામાં આવતી હતી. આ માહિતીનો ઉપયોગ કરીને, આરોપીઓ ઇન્સ્પેક્શનના માપદંડોમાં છેડછાડ કરી શકતા હતા અને ત્યારબાદ તેમની મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે સરળતાથી મંજૂરી મેળવી લેતા હતા.
આ કૌભાંડ મેડિકલ સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં ફેલાયેલી ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેણે દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ED દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં વિવિધ રાજ્યોમાં આવેલી સાત મેડિકલ કોલેજોના પરિસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લાંચના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ખાનગી વ્યક્તિઓ (વચેટિયાઓ)ના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
EDની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર તવાઈ લાવવાનો, ગેરકાયદેસર નાણાંના પ્રવાહને ઉજાગર કરવાનો અને કોલેજ સંચાલકોથી લઈને સરકારી અધિકારીઓ સુધીના સંપૂર્ણ નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?