સુરત કોંગ્રેસમાં ભૂકંપ: ઉપપ્રમુખ સામે ફરિયાદ
ઋષિન રાયકા વિરુદ્ધ ₹1.95 કરોડની વ્યાજખોરી અને મિલકત પચાવી પાડવાનો ગંભીર ગુનો નોંધાયો

કોંગ્રેસના જ બે નેતાઓ આમને-સામને

કોંગ્રેસના જ બે નેતાઓ આમને-સામને
સુરતના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર અને વર્તમાન શહેર ઉપપ્રમુખ ઋષિન રાયકા વિરુદ્ધ પક્ષના જ એક પૂર્વ હોદ્દેદાર દ્વારા ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. શેરબજારના વેપારી અને ૨૦૨૩માં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચૂકેલા દીપ સુરેશભાઈ નાયકે ઉમરા પોલીસ સ્ટેશનમાં ઋષિન રાયકા વિરુદ્ધ ₹૧.૯૫ કરોડની વ્યાજખોરી અને બળજબરીથી મિલકત લખાવી લેવાની ફરિયાદ નોંધાવતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
મિત્રતાના નામે ઊંચા વ્યાજની જાળ: ₹૧.૦૫ કરોડ સામે ₹૧.૨૭ કરોડ ચૂકવ્યા છતાં પાયમાલીફરિયાદની વિગતો મુજબ, સપ્ટેમ્બર ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ દરમિયાન ફરિયાદી દીપ નાયક આર્થિક સંકડામણમાં હતા. તે સમયે પક્ષીય સંબંધો અને મિત્રતાના નાતે ઋષિન રાયકાએ મદદ કરવાનો દેખાવ કર્યો હતો.
વ્યાજનો દર: રાયકાએ લાયસન્સ વગર જ ટુકડે-ટુકડે કુલ ₹૧,૦૫,૦૦,૦૦૦ (એક કરોડ પાંચ લાખ) ધીર્યા હતા, જેનું માસિક વ્યાજ ૬% જેટલું તોતિંગ નક્કી કરાયું હતું.
ચુકવણી છતાં ઉઘરાણી: વેપારીએ આજદિન સુધી વ્યાજ અને મૂડી પેટે કુલ ₹૧,૨૭,૦૦,૦૦૦ ચૂકવી દીધા છે. આમ છતાં, રાયકા હજુ પણ ₹૧,૯૫,૬૩,૦૦૦ બાકી હોવાનું જણાવી ધાક-ધમકી આપી રહ્યા હોવાનો FIRમાં ઉલ્લેખ છે.
ફરિયાદી દીપ નાયકની ડિંડોલી-કરાડવા ખાતેની જમીન સરકારી રિઝર્વેશન હેઠળ હતી. ઋષિન રાયકાએ પોતાની ઊંચી રાજકીય પહોંચનો દાવો કરી આ રિઝર્વેશન હટાવી દેવાના બહાને વેપારી પાસેથી ₹૪૦ લાખ પડાવી લીધા હતા. બાદમાં જાણવા મળ્યું કે રિઝર્વેશન તો સરકારી નિયમ (GR) મુજબ જ હટ્યું હતું, પરંતુ રાયકાએ ખોટી રીતે આ રકમ પચાવી પાડી હતી.
આટલું જ નહીં, સિક્યોરિટીના નામે રાયકાએ ફરિયાદી પાસેથી ૬ કોરા ચેક અને તેમની પત્નીના નામે ૧ કોરો ચેક મેળવી લીધો હતો. આ ચેકોમાં મનઘડત રકમો (₹૧.૮૦ કરોડ અને ₹૧૫ લાખ) ભરીને કોર્ટમાં કેસો કરી માનસિક દબાણ ઊભું કરાયું હોવાનો આક્ષેપ છે.
[Image: The grand entrance of Umra Police Station in Surat at dusk, with several police patrolling vehicles stationed outside and a small gathering of lawyers and media persons discussing legal documents near the gate.]
₹૯૦ લાખનો ફ્લેટ માત્ર ₹૮ લાખમાં પચાવી પાડવાનો પ્રયાસફરિયાદમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ મિલકત પચાવી પાડવાનો છે. જાન્યુઆરી-૨૦૨૩માં ઋષિન રાયકાએ દબાણ કરીને સુંદરમ એપાર્ટમેન્ટમાં આવેલા એક ફ્લેટની કબજા રસીદ માત્ર ₹૮ લાખમાં લખાવી લીધી હતી. આ મિલકતની બજાર કિંમત ₹૯૦ લાખથી વધુ અને જંત્રી કિંમત ₹૩૫ લાખ હોવા છતાં, ડરાવી-ધમકાવીને આ સોદો કરાવી લેવાયો હોવાનું બહાર આવ્યું છે.
પરિવાર રોડ પર આવ્યો: ગેસ એજન્સી ધરાવતો વેપારી ભાડાના મકાનમાંએક સમયે સુરતમાં ગેસ એજન્સી અને ટ્રાન્સપોર્ટનો મોટો વ્યવસાય ધરાવતા દીપ નાયક આજે વ્યાજના ચક્રવ્યૂહમાં હોમાઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી તેઓ ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. તેમની પત્ની ટ્યુશન ક્લાસ ચલાવીને વૃદ્ધ માતા અને ૧૨ વર્ષની પુત્રીનું ભરણપોષણ કરી રહી છે. વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળીને અને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કરવામાં આવતી ખોટી અરજીઓથી ત્રાહિમામ પોકારીને અંતે વેપારીએ પોલીસના શરણે જવાનું નક્કી કર્યું.
ચૂંટણી ટાણે જ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારોસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે જ પક્ષના ઉપપ્રમુખ અને રાયકા પરિવારના સભ્ય સામે આટલી ગંભીર ફરિયાદ નોંધાતા રાજકીય સમીકરણો બદલાયા છે. વિરોધ પક્ષોને આ મુદ્દે બેઠું ભાથું મળી ગયું છે, જે આગામી પ્રચારમાં કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
ઉમરા પોલીસની કડક કાર્યવાહીવેપારીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ઋષિન બાબુભાઈ રાયકા વિરુદ્ધ ગુજરાત નાણાંની ધીરધાર કરનારાઓ બાબતનો અધિનિયમ (સેક્શન ૩૩) અને બળજબરીથી નાણાં કઢાવવા (Extortion) જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસ પુરાવા એકત્ર કરી રહી છે અને રાયકાની ધરપકડ માટે ટીમો રવાના કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.