ભયજનક સરકારી ઇમારતો: પ્રજા અને કર્મચારીઓમાં ડર
કચેરીમાં જવુંએ સામાન્ય પ્રજાજનો માટે મજબૂરી સાબિત થયું

ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ

ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ
આ બિલ્ડિંગ ભયજનક છે. આવા પાટિયા ખાલી અમદાવાદમાં આવેલા પોળ વિસ્તારોમાં આવેલા જર્જરિત મકાનોની બહાર લગાવામાં આવ્યા છે. આવા પાટિયા ખાલી અમદાવાદના પોલીટેકનીક કમ્પાઉન્ડમાં આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરીના પ્રવેશ ગેટ પર લગાવવામાં આવ્યું છે. બાળ વિકાસ વિભાગની કચેરીમાં દરરોજ અનેક વિધવા મહિલાઓ બાળકો સરકારી સહાય માટે આ કચેરીમાં આવે છે. આ ભયજનક અને જર્જરિત હાલતમાં આ કચેરીમાં જવુંએ સામાન્ય પ્રજાજનો માટે મજબૂરી સાબિત થઈ છે. ગુજરાત સરકાર અને જવાબદારી સરકારી વિભાગોની બેદરકારી સામે આવી છે.
30થી વધુ ઓફિસ અસલામત હાલતમાં :
ગંભીર બ્રીજ દુર્ઘટના બન્યા બાદ અમદાવાદના પોલીટેકનિક કમ્પાઉન્ડ જ નહી રાજ્યભરમાં સરકારની 30થી વધુ વિભાગોની અનેક ઓફિસો અસલામત જાહરે કરાયેલી બિલ્ડિંગ ધમઘમી રહી છે. તંત્ર દ્વારા હદ તો ત્યારે વટાવી હતી જ્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરીની બિલ્ડિંગ બે વર્ષ પહેલાથી ભયજનક હાલતમાં જોવા મળી હતી. ત્યાર બાદ અત્યાર સુધીમાં આ બિલ્ડિંગ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
30 થી વધુ કચેરીઓ જર્જરિત અવસ્થામાં :
બિનસત્તાવાર આકડા મુજબ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,મહેસાણા જિલ્લામાં 458 રહેણાંક અને બિનરહેણાંક સરકારી બિલ્ડીંગો જોખમી સ્તિથિમાં જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા 30 વિભાગોની રાજભરમાં આવેલી કચેરીઓમાંથી અનેક કચેરીઓ જર્જરિત હાલતમાં જોવા મળી છે. આ ઓફિસોની બિલ્ડીગોના પુન: નિર્માણની દરખાસ્તો ગાંધીનગર કરી દેવામાં આવી છે. આ દરખાસ્તો જે તે વિભાગના ઓફિસમાં ધૂળ ખાય છે. પરંતુ હજી પણ જોખમી બિલ્ડીંગો ભયજનક હાલતમાં છે. તે માટે પત્રો લખીને બિલ્ડિંગ ભયજનક હોવાના બોર્ડ લગાવીને પોતાના જવાબડરીમાંથી ભાગી છુટવા માટે અને ગાંધીનગરના સરકારી વડાઓ દ્વારા કરવામાં આવ્યા છે.
ચોમાસા બાદ સ્થિતિ વકરી :
મળતી મહતી મુજબ અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત અને મહેસાણા જિલ્લામાં 239 સરકારી ઓફિસો બિનરહેણાંક સ્ટ્રક્ચર અને 219 રહેણાંક બિલ્ડિંગો જોખમી સ્તિથિમાં છે. પાંચ જ જિલ્લામાં કુલ 458 બિલ્ડીગો નવા બાંધકામો જરૂરી હોવાના દાવા સરકારી વિભાગ તરફથી કરી દેવામાં આવ્યા છે. આ પત્રો ગાંધીનગરના ગુજરાત સરકારની તુમારશાહીમાં સ્વય સુરક્ષાની સલાહ સાથે ફાઇલોમાં દબાયેલાં પડ્યાં છે છેલ્લા કેટલાય વર્ષોથી અમદાવાદમાં આવેલું એલિસ બ્રીજના છેડે નશાબંધી વિભાગ જર્જરિત હાલતમાં જોવા મળ્યું હતું. સરકાર દ્વારા કમાઉ દીકરા જેવી આ કચેરીનું સમારકામ અને નવીનીકરણ કરવામાં ન આવતા ચોમાસામાં પતરા લગાવામાં આવ્યા હતા. આવી જ હાલતએ ગાંધીનગર જિલ્લાના પંચાયત કચેરીની ભવનની પણ છે. ગાંધીનગર જિલ્લાના પંચાયત વર્ગ 3 ના કર્મચારી મંડળને રજૂઆત કરી હતી. ચોમાસા દરમિયાન ઈમારતમાં દરેક માળે છતમાંથી પોપડા પડતા અને તેના કારણે કર્મચારીઓ ઈજાગ્રસ્તના બનાવ પણ બન્યા છે. અને દિવસ ધસી પડવાનો કિસ્સો પણ બન્યો હતો.
અગાઉ જિલ્લા કલેક્ટરની એક કચેરી કાર્યરત હતી તે ભયજનક બિલ્ડિંગના કારણે બંધ કરી સ્થળાંતરિત કરાઈ છે. પણ, હજુ અડધો ડઝન સરકારી કચેરીઓ તેના પ્રવેશદ્વાર ઉપર ‘આ બિલ્ડિંગ ભયજનક છે'તેવા ભય દર્શાવતા લખાણ જોવા મળી રહ્યા છે. બિલ્ડિંગોનું નિયત આયુષ્ય પૂર્ણ થયાની નોંધ વચ્ચે કાર્યરત સરકારી બિલ્ડિંગોમાં પોપડા પડવા સહિતની નાની-મોટી ઘટના બનતી રહે છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!