સુરતમાં ડોક્ટર યુવતીનો 9મા માળેથી કૂદી આપઘાત
ચાય પાર્ટનર કાફેની પાળી ઉપરથી છલાંગ લગાવી હતી- લગ્નના બે મહિના પહેલા જીવન ટૂંકાવ્યું.

સુરતમાં ડોક્ટર યુવતીનો 9મા માળેથી આપઘાત

સુરતમાં ડોક્ટર યુવતીનો 9મા માળેથી આપઘાત
સુરતના સરથાણા વિસ્તારમાં ગઈકાલ 21 નવેમ્બરે સાંજે એક દયનીય ઘટના બની છે. વ્યવસાયે એક ફિઝિયોથેરાપીસ્ટ યુવતીએ 9માં માળે આવેળા કેફેથી કૂદી આત્મહત્યા કરી લીધી હતી. 28 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ રાધિકા જમનભાઈ કોટડીયાએ સરથાણા બિઝનેસ હબમાં આવેલા 'ચાય પાર્ટનર' કાફે ઉપરથી છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતું.
આ દુઃખદ ઘટનાથી કાફેમાં હાજર અન્ય લોકો અને સમગ્ર વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો હતો. રાધિકા મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની વતની હતી અને સુરતમાં શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી.આ ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યાની સ્થિતિ છે, કારણ કે રાધિકાના આગામી 19 ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્ન થવાના હતા અને હજુ છ મહિના પહેલાં જ તેની સગાઈ થઈ હતી.
મળતી માહિતી મુજબ, રાધિકા તેના મંગેતર સાથે આ જ કાફેમાં અવારનવાર મુલાકાત લેતી હતી. સાંજે ક્લિનિકથી નીકળ્યા બાદ તે કાફે પહોંચી હતી, જ્યાં અચાનક જ તે ખુરશી પરથી ઊભી થઈ, પાળી પર ચઢી અને નીચે છલાંગ લગાવી દીધી હતી. માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ શરૂ
આ આત્મઘાતી પગલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સરથાણા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું અનુમાન મેળવવામાં આવે છે કે રાધિકાના મંગેતર સાથે અણબનાવ અથવા પારિવારિક તણાવ જવાબદાર હોઈ શકે છે જેના કારણે અંતિમ પગલું લીધું હોય.
ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને રાધિકાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે.
પરિવારજનો અને મિત્રોના નિવેદનોના આધારે આ આપઘાતનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના યુવાનોમાં વધી રહેલા માનસિક તણાવના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?