રાજકોટ મનપાના આવાસ વિભાગમાં વિવાદાસ્પદ પોસ્ટર
આવાસ વિભાગના મેનેજરે કચેરીમાં લગાવ્યું ગુણવંત શાહનું ભ્રષ્ટાચાર વિરોધી પોસ્ટર..

આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા

આવાસ વિભાગમાં લાગેલા પોસ્ટરથી ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આવાસ વિભાગમાં લાગેલા એક અસામાન્ય પોસ્ટરને કારણે શહેરભરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. આવાસ યોજના શાખાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ દ્વારા પોતાની કચેરી બહાર આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં જાણીતા લેખક ગુણવંત શાહની કવિતાના અંશો લખેલા છે. આ પોસ્ટર સીધો અને સ્પષ્ટ સંદેશ આપે છે, જેના કારણે સવાલ ઊભા થયા છે કે શું મનપાના વિભાગમાં લાંચની ફરિયાદ વધી રહી છે?
પોસ્ટરમાં લખેલો સ્પષ્ટ સંદેશઆ પોસ્ટરમાં ભ્રષ્ટાચાર વિરોધી અને પ્રમાણિકતાનો સ્પષ્ટ સંદેશ અપાયો છે. પોસ્ટર પર લખ્યું છે:
"મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રુશવતની ઓફર કરી મારું અપમાન કરશો નહી. તમારું વાજબી કામ હું કરી આપું, તેમાં હું તમારા પર ઉપકાર નથી કરતો. તમારું કોઇપણ ગેરવાજબી કામ હું પૈસા લઇને ન કરી આપું તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું. કારણે કે, હું ભારતીય નાગરિક છું."
સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં આવો ખુલ્લો સંદેશ જોવા મળતો નથી. આ પોસ્ટર જોઇને નાગરિકો નવાઈ પામી રહ્યા છે અને આ અધિકારીના વખાણ પણ કરી રહ્યા છે.
અધિકારીનો ખુલાસોઆવાસ યોજના શાખાના મેનેજર સૂર્યપ્રતાપસિંહે આ પોસ્ટર લગાવવા પાછળનો હેતુ સ્પષ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, "મારા મિત્ર દ્વારા આ લખાણ મારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું હતું. આ વાત મને ખૂબ જ સારી લાગી અને ગમી જતાં મેં મારી કચેરી બહાર પોસ્ટર લગાવ્યું છે. અમે લોકોનું જે કામ કરીએ છીએ, તેનો અમને પૂરતો પગાર મળે છે. અરજદારોએ અમને થેન્ક-યુ કહેવાની પણ કોઈ જરૂર નથી."
જોકે, આ પોસ્ટરથી આવાસ વિભાગના અન્ય કર્મચારીઓ સામે પણ સવાલ ઊભા થયા છે. શહેરીજનોમાં એવી ચર્ચા છે કે શું રાજકોટ મનપામાં લાંચ વગર કોઈ કામ થતા નથી? અને શું વિભાગના કર્મચારીઓ લાંચ લેતા હોવાથી હેડને આ પ્રકારે પોસ્ટર લગાવવાની ફરજ પડી? ભલે આ પગલું પ્રમાણિકતાની તરફેણમાં હોય, પરંતુ તે સરકારી કચેરીઓમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારની સ્થિતિને પણ દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?