દારુ વેચતા કે પીતા પકડાયા તો મુંડન કરી....
બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના દૂષણ સામે ક્રાંતિરૂપ નિર્ણય લીધો

બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના દૂષણ સામે ક્રાંતિરૂપ નિર્ણય લીધો

બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના દૂષણ સામે ક્રાંતિરૂપ નિર્ણય લીધો
બનાસકાંઠાના ડીસા તાલુકાના ઢુવા ગામે દારૂના દૂષણ સામે ક્રાંતિરૂપ નિર્ણય લીધો છે. અંબાજી મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં સમગ્ર ગામે સંપૂર્ણ દારૂબંધીનો ઐતિહાસિક સંકલ્પ કરી સમગ્ર ગુજરાત માટે એક મિસાલ ઊભી કરી છે. ગ્રામજનો, યુવાનો, વડીલો અને રાજકીય-સામાજિક આગેવાનોએ સંમતિથી આ ઠરાવ પાસ કર્યો છે.
આ વિશિષ્ટ સભામાં મહત્વના નિર્ણયો લેવાયા છે. ગામના ડેપ્યુટી સરપંચ, ભૂતપૂર્વ સરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી, પંચાયત સભ્યો, યુવાનો તથા સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિમાં સભામાં નક્કી કરવામાં આવ્યું કે:
હવે ઢુવા ગામમાં દારૂ પીવું કે વેચવું – બંન્ને ગુનો ગણાશે.
દારૂ વેચતા પકડાતા વ્યક્તિને મુંડન કરાવી ગામમાં વરઘોડો કાઢવામાં આવશે.
સાથે જ તેનાથી ₹11,000 નો દંડ પણ વસૂલવામાં આવશે.
જો કોઇ બહારગામનો વ્યક્તિ દારૂ લાવશે કે વેચશે, તો તેમના માટે પણ એ જ કડક નિયમ લાગૂ થશે. તેમનું પણ મુંડન અને દંડ થશે. આ ઉપરાંત પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
ગ્રામજનોએ દારૂબંધીના પગલાં પાછળના કારણો સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે:
દારૂના કારણે યુવાપેઢી ભટકે છે અને શિક્ષણ બગડે છે.
મહિલાઓ અને બહેન-દીકરીઓ રાત્રે સુરક્ષિત રીતે ઘરના બહાર ફરી શકતી નથી.
દારૂના નશામાં કેટલાક લોકો દૂધમાંથી એક લીટર કાઢી ખાનગી ડેરીમાં વેચી દારૂ પીતાં હોય છે, જેની તેના ઘરના સભ્યોને પણ જાણ નહોતી હોતી.
મજૂરીના પૈસામાંથી મોટો ભાગ દારૂમાં ખર્ચાઈ જતા પરિવાર આર્થિક તંગી ભોગવે છે.
ગામજનોએ કહ્યું કે દારૂના વ્યવસાયો સામે પોલીસની કામગીરી અસરકારક રહી નથી છે. પોલીસ કર્મીઓ પગલાં લેતા ના હોવાનો પણ આક્ષેપ થયો છે. સભામાં નિર્ણય લેવાયો કે ફરજમાં નિષ્ફળ રહેનાર સામે એસપી સામે ગૃહમંત્રી સુધી રજૂઆત કરાશે.
ઢુવા ગામનો આ પ્રયાસ માત્ર દારૂબંધીનો નિર્ણય નથી, તે એક સમાજશિલ્પી ક્રાંતિ છે – જે ભવિષ્યના પેઢી માટે સ્વચ્છ, સુરક્ષિત અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે નક્કર પાયાની શરૂઆત છે.
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!