સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં 10% EWS અનામતની માંગ તેજ
ચૂંટણી પૂર્વે સવર્ણ સમાજનું સરકારને અલ્ટીમેટમ, ગાંધીનગરમાં પાટીદાર-ક્ષત્રિય-બ્રાહ્મણ બેઠક

સવર્ણ સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી

સવર્ણ સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે તેમ સામાજીક માગણીઓ વધી રહી છે. ચૂંટણીની જાહેરાત ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. સવર્ણ સમાજે EWS રાજકીય અનામતની માંગને લઈને સરકાર સામે મોરચો ખોલ્યો છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજોના અગ્રણીઓએ એક મંચ પર આવીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા અનામત લાગુ કરવા રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાય તેવી શક્યતા છે. વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતમાં જાતિવાદ ચરમસીમાએ છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ રાજ્ય સરકારે ઓબીસી સમાજો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત 10 ટકા વધારીને 27 ટકા કરી છે.
તેના કારણે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિચ જેવા સવર્ણ સમાજની સત્તામાં ભાગીદારી ઘટે તેવી શક્યતા છે. તેથી EWS રાજકીય અનામતની માગણીને લઈ સવર્ણ સમાજો એક થયા છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓએ બેઠક કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત આપવા રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.
આ બેઠકમાં સવર્ણ સમાજના અગ્રણીઓએ માગ કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS અનામત તાત્કાલિક અમલમાં મૂકાય. શિક્ષણ અને નોકરીમાં EWS અનામત છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેમ નહીં? તેવા સવાલ સવર્ણ સમાજના આગેવાનોએ કર્યા હતા.
પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી. ચૂંટણી પહેલા મુદ્દો તેજ થતાં રાજ્યની ભાજપ સરકાર અને રાજકીય પક્ષો ઉપર દબાણ વધ્યું છે. EWS અનામત અમલી ન બને તો સવર્ણ સમાજે આંદોલન કરવાની ચીમકી આપી છે.
ગાંધીનગરની બેઠકમાં શું રણનીતિ ઘડવામાં આવી?
ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત બિન-અનામત વર્ગના આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં EWS માટે 10 ટકા રાજકીય અનામત લાગુ કરવાની માંગ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે જાહેર કરાયેલા રોસ્ટરમાં ગંભીર ખામીઓ હોવાનું અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું હોવાનો આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. આડેધડ રીતે બેઠકોની ફાળવણીથી સામાજિક ન્યાયને આંચ આવી રહી હોવાની સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત 182 ધારાસભ્યો અને સાંસદો પાસેથી સમર્થન માગવાનો તેમજ સમર્થન ન આપનાર ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કરવાની પણ ચેતવણી આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.