મોતની ફ્લાઇટ: પાંચ મહિનામાં ચાર વખત ખોટકાયા બાદ 240થી વધુનો ભોગ લીધો
પ્લેન તૂટવા બાબતે નિષ્ણાતોએ જણાવ્યા કારણ, કંપનીના એન્જિનિયરે પણ ઉઠાવ્યા હતા સવાલ

અમેરિકાની બોઇંગ કંપનીના 787-8 ડ્રીમલાઇનર વિમાને વર્ષ 2013માં પહેલી ઉડાન ભરી હતી

અમેરિકાની બોઇંગ કંપનીના 787-8 ડ્રીમલાઇનર વિમાને વર્ષ 2013માં પહેલી ઉડાન ભરી હતી
અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાને 240 કરતાં વધુ લોકોનો ભોગ લીધો છે. વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડીંગ ઉપર પડતાં વિમાનમાં સવાર લોકો ઉપરાંત ઈન્ટર્ન ડોક્ટરોના પણ મોત થયા છે. ત્યારે 240 થી વધુ લોકોનો ભોગ લેનારા વિમાન અંગે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મોતનું કોફિન બનેલી ફ્લાઇટ અગાઉ ઘણી વખત ખોટકાઈ ચૂકી છે. એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં 5 મહિનામાં 4 વખત ખામી સર્જાઈ ચૂકી છે. છેલ્લી ખામી 240 થી વધુ લોકો મોત બનીને આવી હતી.
એર ઈન્ડીયાની આ ફ્લાઈટ 3 એપ્રિલ 2025ના રોજ બપોરે 1.10 કલાકે અમદાવાદથી ટેકઓફ થવાની હતી. ફ્લાઇટમાં સવાર થવા મુસાફરો પણ નિયમ પ્રમાણે 10 વાગ્યા સુધીમાં એરપોર્ટ પર પહોંચી ચૂક્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા ફ્લાઈટમાં બાદમાં ખામી હોવાની પાયલોટને જાણ થઈ હતી. તેથી ટેક્નિશિયનોએ એરક્રાફ્ટના કોકપીટમાં ખામી ચેક કરી દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખામી દૂર નહી થતાં અમદાવાદથી લંડન માટેની એર ઈન્ડિયાની ફ્લાઈટ ગ્રાઉન્ડ કરી રદ કરવી પડી હતી. તે સમયે એર ઈન્ડીયાને ભૂલનો અંદાજ આવી ગયો હતો. ડેમેજ કંટ્રોલના ભાગરૂપે કેટલાક પેસેન્જરોને હોટલમાં સ્ટે આપી દીધો હતો. જ્યારે નજીકના પેસેન્જરો ઘરે પરત ફર્યા હતા.
એર ઇન્ડિયા અમદાવાદથી લંડનના રૂટ પર 787 ડ્રીમ લાઇનર ઓપરેટ કરે છે. એપ્રિલ મહિનામાં પેસેન્જર રઝળી પડવાની ઘટના પહેલી વખત નહોતી બની. અગાઉ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. માર્ચ મહિનામાં ફ્લાઇટનું એક એન્જિન બંધ પડી ગયું હતું. ગત મે મહિનાને બાદ કરતાં આ વિમાન ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ ખોટકાયું હતું. તેમ છતાં એર ઈન્ડીયાએ જરા પણ ગંભીરતા દાખવી નથી. જેના પરિણામે 240 થી વધુ નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે.
અમદાવાદમાં ક્રેશ થયેલું પ્લેન 11 વર્ષ જૂનું હતું. બોઇંગ કંપનીના 787-8 ડ્રીમ લાઇનર વિમાને 14 ડિસેમ્બર, 2013ના રોજ પહેલી ઉડાન ભરી હતી. જાન્યુઆરી- 2014માં એર ઇન્ડિયાએ વિમાનની ડિલિવરી મેળવી હતી. ત્યારથી વિમાન દેશ-વિદેશમાં ઉડાન ભરતું હતું. પ્લેન ક્રેશ થયું તે સમયે વાતાવરણની સ્થિતિની જાણકારી મળી છે. દુર્ઘટના સમયે 12.96 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હતું. ફ્લાઇટ માટે જરૂરી વિઝિબિલિટી 6 હજાર મીટર સુધીની હતી.
બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ પાયલોટ અલાસ્ટેર રોસેનશેઇનએ ફ્લાઇટ ક્રેશ થવા બાબતે મીડિયા સમક્ષ કેટલાક તર્ક મૂક્યા છે. તેમણે જણાવ્યું કે, મેં દુર્ઘટનાના વીડિયો જોયા છે. જેમાં કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે. ફ્લાઇટનું લેન્ડિંગ ગિયર નીચે છે જે યોગ્ય નથી. તે ઉપર હોવું જોઈએ. વીડિયોમાં ઘણાં દૃશ્યો સ્પષ્ટ દેખાતાં નથી. પરંતુ એવું લાગે છે કે એરક્રાફ્ટમાં ટેક-ઑફ ફ્લૅપ સેટિંગ નહોતું.
રોસેનશેઇને ઉમેર્યુ કે, એરક્રાફ્ટની પાંખોના ફ્લેપ્સ યોગ્ય રીતે સેટ કરવા જરૂરી છે. કારણકે એ દરેક પાંખના આકારને વિસ્તૃત કરે છે. જેથી વિમાન ટેક-ઓફ પછી વ્યવસ્થિત ઊંચાઈએ જઈ શકે. આ મારું અનુમાન છે, પરંતુ ફ્લાઇટ યોગ્ય ઊંચાઈ સુધી પહોંચી ન હતી અને પછી અચાનક નીચે ઊતરવા લાગી હતી. બ્રિટિશ એરવેઝના પૂર્વ પાઇલટ આ ઘટના પાછળ લેન્ડિંગ ગિયર ડાઉન હોવાની અને પાંખોના ફ્લેપ્સ યોગ્ય આકારમાં ન રહ્યા હોવાના કારણે અકસ્માત થયાનું જણાવી રહ્યા છે.
બોઇંગ કંપનીમાં વર્ષ 2007માં ક્વોલિટી એન્જિનિયર તરીકે કામ કરતા એન્જિનિયર સેમ સાલેહપોરે દાવો કર્યો છે કે બોઇંગ 787 ડ્રીમ લાઇનર સલામત નથી. આ નિવેદનની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પણ નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે કંપની ઝડપથી વિમાન બનાવવા માટે કામ કરી રહી છે અને ઉત્પાદનના ટાર્ગેટને પૂરા કરવા વર્ષોથી આવું કામ કરી રહી છે. જેના કારણે વિમાનનું આયુષ્ય ઓછું થઈ શકે છે. બોઇંગ કંપનીમાં સાલેહપોર પ્રોડક્શન લાઇનમાં આવતી ખામીની તપાસ કરવા અને તેની સમસ્યા ટાળવા માટેની વ્યૂહરચના વિકસાવવા માટે જવાબદાર હતા. સાલેહપોરે આરોપ લગાવ્યા ત્યારે બોઇંગ કંપનીએ 787 અને 777 વિમાનોની ઉત્પાદન પ્રક્રિયાનો બચાવ કર્યો હતો. કંપનીએ સાલેહપોરના દાવાઓ અને આરોપોને ફગાવી દીધા હતા. કંપનીના જણાવ્યા અનુસાર તેઓ એરલાઇનર વિશે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. સાલેહપોરે ઉઠાવેલા મુદ્દાઓ અંગે પહેલાંથી FAA દ્વારા ઇન્સ્પેક્શન થઈ ચૂક્યું છે. હાલમાં સુરક્ષા અંગે કોઈ ચિંતા નથી. કંપનીને વિશ્વાસ છે કે વાઇડ-બોડી એરલાઇનર તેની સ્ટ્રેન્થ અને સર્વિસ લાઇફ જાળવી રાખશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલું એરક્રાફ્ટ બોઇંગ કંપનીનું હતું. 5 જાન્યુઆરી, 2024ના રોજ અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ 1282 અંદાજે 12 હજાર ફૂટની ઊંચાઈએ ઊડતી હતી ત્યારે ફ્લાઇટમાં ધડાકો થયો હતો. આ સમયે ફ્લાઇટમાં 6 ક્રૂ-મેમ્બર સહિત 177 લોકો સવાર હતા. દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી થઈ. પરંતુ 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…