દાહોદ જિલ્લાના બહુ ચર્ચિત એવા 71 કરોડના મનરેગા કૌભાંડના આખરે બંને મંત્રી- પુત્રોના શરતી જામીન મંજૂર થતાં બંને ભાઈઓ જેલ મુક્ત થયા છે. બીજી બાજુ ગાંધીનગરથી 10 જેટલી ટીમોનું 3000 કામોની સ્થળ તપાસ માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ધામા નાખ્યા હતા.
સેન્સન કોર્ટે શરતી જામીન આપ્યા :
મનરેગા કૌભાંડના માલ સપ્લાય કરતી એજન્સી સામે ત્રણ જુદી જુદી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડની કંપની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કૂ. પીપેરો અને કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડસે કરોડો રૂપિયાના કામો કાગળ પર બતાવીને બિલ પસાર કરાવી સરકાર સામે છેતરપિંડી કરવામાં આવી હતી. જુદી જુદી ત્રણ ફરિયાદોના કારણે છેલ્લા દોઢ મહિનાથી બંને ભાઈઓ જેલમાં હતા. તેમણે જામીન માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ બંને ભાઈઓએ સેશન્સ કોર્ટમાં જામીન મૂકતાં સેશન્સ કોર્ટ બંને ભાઈઓને શરતી જામીન આપ્યા હતા. પોલીસ દ્વારા આ કેસને જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લાની બહાર રહેશે.
શું શરત મૂકી હતી ?
બંને ભાઈઓના પાસપોર્ટ જમા લેવામાં આવશે. કોર્ટ દ્વારા તારીખ આપવામાં આવે તો બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે, તેવી શરતો જમીન માટે આપવામાં આવી છે.
કુલ 31 એજન્સી સામે ચાલી રહી છે તપાસ :
71 કરોડના રૂપિયા મનરેગા કૌભાંડમાં જામીન મળ્યા બાદ બંને મંત્રી પુત્રોના જામીન રદ કરવા પોલીસે હાઈકોર્ટમાં દાદ માંગી હતી. કોર્ટ દ્વારા સુનાવણી હાલ પેન્ડિંગમાં મૂકી છે. ત્રણેય ફરિયાદોમાં અત્યાર સુધીમાં 14 પ્રોપરાઈટર સહિત 20 ની ધરપકડ કરવામાં આવી છે. 31 એજન્સીઓ સામે તપાસ શૂરું કરવામાં આવી છે.