અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, 22મેથી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી
અરબી સમુદ્રમાં વિકસતી વાવાઝોડાની સિસ્ટમને લઈ ગુજરાતમાં 22 અને 23 મેના દિવસે ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
અંદામાન નિકોબાર ટાપુઓ અને બંગાળની ખાડીમાં વહેલા પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસું હવે દક્ષિણ અરબી સમુદ્ર, માલદિવ્સ અને દક્ષિણ બંગાળની ખાડીમાં આગળ વધી ગયું છે. આ સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા ઉભી થઈ છે, જેને પગલે ગુજરાતમાં 22 મેથી ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત અને અંતમાં આવા વાવાઝોડાની શક્યતા હોય છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, 21 મેના રોજ મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનથી 22 મે આસપાસ લો પ્રેશર સર્જાઈ શકે છે, જે ઉત્તર તરફ ગુજરાત તરફ આગળ વધી શકશે. તે વિકસીને ડિપ્રેસન અને વધુ શક્તિશાળી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ સ્થિતિમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા રહેશે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, 17થી 23 મે દરમિયાન ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં વીજળી સાથે પવન અને વરસાદની સંભાવના છે. ખાસ કરીને 22 અને 23 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે. રાજ્યમાં હવે સૂકા હવામાનની શક્યતા ઓછી છે અને છૂટાછવાયા માવઠાં ચાલુ રહેશે.
અરબી સમુદ્ર અને દેશના અન્ય ભાગોમાં સિસ્ટમ સક્રિય
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી અને દક્ષિણ ગુજરાતના કાંઠા નજીક પણ અસરો જોવા મળી રહી છે. દેશભરમાં કમોસમી ચોમાસા જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વાદળિયા હવામાનના કારણે તાપમાનનો પારો ગુજરાતમાં ઘટ્યો છે, જેમ કે શનિવારે સુરેન્દ્રનગરમાં 41°C અને કંડલામાં 40°C તાપમાન નોંધાયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?