ગુજરાતમાં કોરોના વકર્યોઃ એક જ દિવસમાં 68 નવા કેસ, આરોગ્ય વિભાગ સતર્ક
આરોગ્ય મંત્રીએ તાકીદની બેઠક કરી ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રિલ યોજવા આપી સૂચના

રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ, 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 264 હોમ આઈસોલેશનમાં

રાજ્યમાં કુલ 265 એક્ટિવ કેસ, 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 264 હોમ આઈસોલેશનમાં
રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં નવા 68 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. હાલ રાજ્યમાં કુલ 265 સક્રિય કેસ છે. જેમાંથી 11 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 254 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હાલમાં રાજ્યમાં જોવા મળતો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિએન્ટ LF.7.9 અને XFG Recombinant છે. આ વેરિએન્ટમાં સામાન્ય તાવ, શરદી અને ખાસી જેવા લક્ષણો જોવા મળ્યા છે. તેમ છતાં આરોગ્ય વિભાગે તમામ જિલ્લાના તંત્રને તાકીદ કરીને દરેક કેસ પર નજીકથી નજર રાખી યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે.
આ સંદર્ભે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની તાકીદની બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રીએ અધિકારીઓને હોસ્પિટલોમાં કોરોનાની તૈયારી સંબંધિત તમામ વ્યવસ્થાઓ તૈયાર રાખવા સૂચના આપી છે. આવતીકાલે(31 મે) રાજ્યની હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજાશે. જેમાં ખાસ કરીને આઈસોલેશન વોર્ડ અને ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવશે.
હાલમાં રાજ્યની આરોગ્ય સેવાઓ તકેદારીનાં પગલાં સાથે કોરોનાની બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સંપૂર્ણ તૈયારીમાં છે. આરોગ્ય વિભાગે નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ માસ્ક, સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવી સૂચનાઓનો અમલ કરે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં શુક્રવાર (30 મે)ના રોજ એક જ દિવસમાં નવા 68 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કુલ 265 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 254 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે. કોરોનાના 26 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં શુક્રવારે સવારે 145 નોંધાયા હતા. જ્યારે બીજા નંબરે રાજકોટ શહેરમાં 23 કેસ નોંધાયા છે. મોટાભાગના દર્દીઓ ઓમિક્રોનના સબ-વેરીએન્ટ એલએફ.૭.૯ અને એક્સએફજીના હોવાનું જીનોમ સિક્વન્સિંગમાં ખુલ્યું છે. આરોગ્ય વિભાગ કહે છે કે, દરેક પોઝિટિવ કેસ સામે આવ્યા પછી તાત્કાલિક જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.
શુક્રવાર(30 મે)ના રોજ અમદાવાદ શહેરમાં 145, રાજકોટ શહેર 23, જામનગર શહેર 11, સુરત શહેર 09, ભાવનગર શહેર 07, કચ્છ અને મહેસાણામાં 6-6, ગાંધીનગર શહેર 05, બનાસકાંઠા, ભાવનગર, અને ખેડામાં 2-2 તેમજ જૂનાગઢ શહેર, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, વલસાડમાં 1-1 કેસ નોંધાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!