ધૂળેટીના દિવસે SSC-HSC બોર્ડના પેપરથી વિવાદ!
4 માર્ચ 2026ની જાહેર રજાના દિવસે SSC-HSCની પરીક્ષા રાખતા વિદ્યાર્થીઓ-વાલીઓમાં ગેરસમજ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફાઈલ તસવીર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફાઈલ તસવીર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો છબરડો બહાર આવ્યો છે. જાહેર રજા જોયા વગર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવાયું હોવાનું સામે આવ્યું છે. 4 માર્ચે ધૂળેટીનો તહેવાર હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્વોના બોર્ડનાં પેપર રાખવામાં આવ્યાં છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જીવ વિજ્ઞાનનું પેપર રાખવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમની જાહેરાત કરી હતી. બોર્ડના ટાઈમ ટેબલ મુજબ, 4 માર્ચ, 2026ના રોજ ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળતત્વો, સાયન્સ પ્રવાહનું જીવવિજ્ઞાનનું પેપરનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની જાહેર રજાઓની યાદી જાહેર કરી હતી. જેમાં 4 માર્ચ, 2026ના રોજ હોળી-ધૂળેટીની રજા જાહેર કરવામાં આવી છે. તેમ છતાં શિક્ષણ બોર્ડે જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં શિક્ષણ બોર્ડના વહીવટ સામે સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે શિક્ષણ બોર્ડના અણઘડ વહીવટથી વિદ્યાર્થી અને વાલીઓ મૂંઝવણમાં મૂકાયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ચેટીચાંદના તહેવારની જાહેર રજાના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ હોબાળો થતાં પેપરની તારીખમાં ફેરફાર કરાયો હતો. આ વર્ષે ધૂળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરાતાં તેમાં ફેરફાર આવી શકે છે.
જ્યારે ગત વર્ષે 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી પરીક્ષા ચાલી હતી. આ વર્ષે પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ચાલશે. વર્ષ 2025 પહેલાં બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ થતી હતી. પરંતુ બે વર્ષથી 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?