EMRCમાં રાજ ચાવલાની નિમણૂકનો વિવાદ વકર્યો
EMRCમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર અને ચેનલ 7 “કૌટિલ્ય” ના એકેડેમિક કો-ઓર્ડીનેટર પદ પર કાર્યરત

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી EMRC ની ઓફિસ

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી EMRC ની ઓફિસ
ગુજરાત યુનિવર્સિટીના EMRC વિભાગમાં ઈન્ચાર્જ ડાયરેક્ટર તરીકે રાજ ચાવલાની નિમણૂકનો વિવાદ વકર્યો છે. ગુજરાત યુનિવર્સિટીની નિમણૂક માટેની માર્ગદર્શિકાઓનું પાલન કર્યા વગર રાજ ચાવલાની નિમણૂક કરવામાં આવી હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજ ચાવલા ઇન્ચાર્જ ડાયરેક્ટર અને SWAYAM PRABHA DTH ચેનલ 7 “કૌટિલ્ય”ના એકેડેમિક કો-ઓર્ડિનેટર તરીકે હાલ કાર્યરત છે,
EMRC માટેના નિયમો અનુસાર ઇન્ચાર્જ ડાયરેક્ટરપદ યુનિવર્સિટીના સિનિયર ફેકલ્ટી સભ્યને સોંપવામાં આવે છે. તેમનો કાર્યકાળ એક વર્ષથી વધુ ન હોવો જોઈએ. રાજ ચાવલા યુનિવર્સિટીના કાયમી કર્મચારી નહી હોવા છતાં તેમજ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં હોવા છતાં તેઓ દોઢ વર્ષથી ઇન્ચાર્જ ડાયરેક્ટર તરીકે કાર્યરત છે. EMRC બોર્ડ ઑફ મેનેજમેન્ટની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર તેમની અવધિ વધારી દેવામાં આવી છે.
ચેનલ 7 “કૌટિલ્ય” માટે એકેડેમિક કો-ઓર્ડિનેટર પદ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતોનું પાલન પણ કરવામાં આવ્યું નથી. આ પદ કોમર્સ અને અર્થશાસ્ત્ર વિષય માટે નિર્ધારિત છે. જ્યારે રાજ ચાવલાએ M.Com પણ કર્યુ નહી હોવા છતાં ચેનલ 7 “કૌટિલ્ય” માટે એકેડેમિક કો-ઓર્ડિનેટર બનાવી દેવાયા છે.
સૌથી ગંભીર બાબત તો એ છે કે, રાજ ચાવલા બંને પદ માટે પગાર મેળવી રહ્યા છે. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે, EMRC ઇન્ચાર્જ ડાયરેક્ટર ચાર્જ એલાઉન્સ અને SWAYAM PRABHA ચેનલ 7 માટેનો પગાર મેળવી રહ્યા છે. આ તમામ નિયમો, માર્ગદર્શિકા અને શાસન ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
સરકારી નિયમો અને EMRC બોર્ડની સત્તા બાયપાસ થવાના કારણે, તાત્કાલિક પગલાં તરીકે ચાવલાને ઇન્ચાર્જ ડાયરેક્ટર પદ પરથી હટાવવા જરૂરી છે. તેમના કાર્યકાળ દરમિયાન સ્ટાફ સાથે વર્તન ખરાબ હોવાની ફરિયાદો મળી છે. જે ઓફિસના સૌહાર્દપૂર્ણ વાતાવરણને અસર કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?