રાજ્યભરમાં કોંગ્રેસ યોજશે ‘જય સરદાર યાત્રા’
કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં પણ નોટિસ વિના ડિમોલિશન થશે, ત્યાં પાર્ટી દ્વારા દેખાવો કરવામાં આવશે.

‘જય સરદાર યાત્રા’

‘જય સરદાર યાત્રા’
આજે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની મળેલી એક બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં આગામી દિવસોમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને કાર્યક્રમો અને પ્રચાર અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને કોંગ્રેસ દ્વારા વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, રાજ્યભરમાં ‘જય સરદાર યાત્રા’ના આયોજન કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી દ્વારા આપવાાં આવેલી માહિતી પ્રમાણે આ યાત્રા રાજ્યના મહત્તમ તાલુકાઓને જોડતી હશે અને એમાં સરદાર પટેલ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર વિશેષ કાર્યક્રમો યોજાવામાં આવશે. જેમાં મુખ્યત્વે બારડોલી, કરમસદ, અને નડિયાદ જેવા સ્થળોનો ખાસ સમાવેશ કરવામાં આવશે. તદ ઉપરાંત કોંગ્રેસ આ યાત્રા દ્વારા રાજ્યમાં એતિહાસિક મહત્વ ધરાવતા જગ્યા પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ડિમોલિશન અંગે કોંગ્રેસ કરશે દેખાવો
રાજ્યમાં ચાલી રહેલા ડિમોલિશનની કામગિરી અંગે કોંગ્રેસે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, અને ખાસ કરીને હવે આ યાત્રા દરમ્યાન કોંગ્રેસ વધારે આક્રમક રીતે પોતાનો વિરોધ નોંધાવશે. કોંગ્રેસે આ યાત્રા સમયે નોટિસ વગર તોડાતા ઘરો અને બાંધકામોને લઈને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.તથા આડેધડ કરવામાં આવતા ડિમોલેશનના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં પણ નોટિસ વિના ડિમોલિશન થશે, ત્યાં પાર્ટી દ્વારા દેખાવો કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.