સરસ્વતી સાધના યોજનામાં રૂપિયા 8.50 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ
રાજસ્થાન કરતાં ગુજરાતમાં એક સાયકલે 500 રૂપિયા વધારે ચુકવાયા

સરસ્વતી સાધના યોજનામાં રૂપિયા 8.50 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ

સરસ્વતી સાધના યોજનામાં રૂપિયા 8.50 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ
ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળ ખાઈને ભંગાર થઈ ગઈ છે. બીજી તરફ રાજ્ય સરકાર નવી સાયકલોની ખરીદી માટે ટેન્ડર બહાર પાડી નવા કૌભાંડની તૈયારી કરી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયામાં આપતી કંપની તે જ સાયકલ ગુજરાત સરકારને રૂપિયા 4444 માં સપ્લાય કરે છે. એક સાયકલે રૂપિયા 500 પ્રમાણે 1.70 લાખ સાયકલોની ખરીદી કરી રૂપિયા 8.50 કરોડ વધારે ચુકવી ભ્રષ્ટાચાર કરાયો છે.
મનીષ દોશીએ વધુમાં જણાવ્યુ કે, વર્ષ ૨૦૨૩-૨૪માં એસ.સી., એસ.ટી. અને ઓબીસી સમાજની ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે રાજ્ય સરકારે સત્ર ચાલુ થાય ત્યારે જૂન ૨૦૨૩માં સાયકલ આપવાની હતી. તેના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ. સાયકલ ખરીદવા માટેના ટેન્ડરમાં પણ વિલંબ થયો. એની પાછળનું એક જ કારણ હતું કે મુખ્યમંત્રીના કાર્યાલયની સીધી સૂચનાથી પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે તેની પાસે “ચંદા દો ધંધા લો”ના નિયમ મુજબ ભાજપની જે કાર્ય પધ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. એના સ્પેસિફિકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો. સાયકલના સ્પેસિફિકેશન અને ગુણવત્તા બાબતની ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટરને અવગણી ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યુ કે, ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવી છે. તે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ બીજા રાજ્યો કરતા 500 રૂપિયા વધારે ચૂકવીને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. 1.70 લાખ સાયકલ અને 500 રૂપિયા ગણીએ તો લગભગ 8 કરોડ કરતાં વધુ રકમ ચુકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી હશે? કારણ કે ચૂંટણીમાં મોટું ફંડ મળ્યું હશે.
મનીષ દોશીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યુ કે, સાયકલ ખરીદવાના ઓર્ડર આપ્યા પછી એપ્રિલ ૨૦૨૪માં સાયકલની ડીલીવરી આવે ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવત્તા બાબતની એના સ્પેસિફિકેશન મુજબ ટેન્ડરની કન્ડીશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. એમાં સ્પષ્ટ માલૂમ થાય છે કે, હલકી ગુણવત્તાવાળી, સ્પેસિફિકેશન મુજબ ન હોવાની અને આઈએસઆઈ માર્કના ધોરણો છે તે પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર દ્વારા ચકાસણીમાં ફેલ કરાયેલી હજારો સાયકલો આજદિન સુધી અલગ-અલગ જિલ્લાઓમાં ધૂળ ખાઈ રહી છે. ભંગાર હાલતમાં છે.
15 થી વધુ જિલ્લામાં ધૂળ ખાતી 50 હજાર સાયકલ ભંગાર થઈ ગઈ છે. તેને ફરીથી રંગરોગાન કરીને પધરાવી દેવાના કારસાની સાથે ભાજપ સરકારના સાયકલ ખરીદી કૌભાંડ અંગે તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર, ખેડા, છોટા ઉદેપુર, ધાનેરા, વડોદરા, નર્મદા, રાજપીપળા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, ભરૂચ, ઉના, ગીર સોમનાથ, પંચમહાલ, મોરબી, મહુધા સહિત રાજ્યમાં 50 હજાર ધૂળ ખાતી સાયકલો ભંગાર થઈ ગઈ છે. ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલા ભાવ કરતા 587 રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલા ભાવ કરતાં 425 રૂપિયા વધુ હોવાથી કંપની દ્વારા ખુલાસા આપવામાં આવેલા તે યોગ્ય રીતે જણાતું નથી. સદર બેઠકમાં બીડ રદ કરવા સરકારની મંજૂરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવ્યો હોવા છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલોમાં 8.50 કરોડ રૂપિયા ભ્રષ્ટાચારમાં મુખ્યમંત્રીની ઓફિસની સીધી સંડોવણી અને સૂચનાથી કંપનીને ઓર્ડર આપી મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયાને ચાર મહિના કરતાં વધુ સમય થવા છતાં હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી. સાયકલની ગુણવત્તાની ચકાસણી થાય, સ્પેશિફિકેશન ગુણવત્તા ના હોય તો તેવી કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને આખી પ્રક્રિયામાં વિલંબ કોની સૂચનાથી તેમજ કોના લાભાર્થે કરવામાં આવ્યો છે તેની તપાસ કરવા કોંગ્રેસે માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.