કોંગ્રેસનો ભાજપ સરકાર પર કરોડોના કૌભાંડનો આરોપ
સુજલામ સુફલામ, નલ સે જલ અને ખેત તલાવડી યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભાજપે નલ સે જલમાં કર્યો કૌભાંડ

ભાજપે નલ સે જલમાં કર્યો કૌભાંડ
કોંગ્રેસ નેતા મનીષ દોશી દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે હાલની ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવતો વિકાસ માત્ર નામનો છે. આ સરકાર માત્ર કોભાંડો કરવામાં અને તેને છુપાવવામાં માહેર છે, સરકાર વિકાસને નામે લોકોને મુર્ખ બનાવી રહી છે અને કરોડો રુપિયાના કોભાંડો આચરી રહી છે.
ગુજરાતમાં જળ વ્યવસ્થાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકાર પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભારે ભ્રષ્ટાચાર આચરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના મતે, ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ અને હવે નલ સે જલ જેવી જુદી જુદી યોજનાઓના નામે કરોડો રૂપિયાના 'સ્કેમ' આચરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ 'સફેદ પાણીના કાળા કારોબાર' પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકારે 'સુજલામ સુફલામ જળ અભિયાન' હેઠળ માત્ર 13,000 તળાવો જ ઊંડાં કરવાનું અભિયાન ચલાવ્યું, જે રાજ્યના 10 ટકા લોકોની તરસ છીપાવવા માટે પણ પૂરતું નથી, જ્યારે બાકીની પ્રજાનું શું?
પાણીની ગુણવત્તા અને ભૂગર્ભ જળની ગંભીર ચિંતાડૉ. દોશીએ રાજ્યમાં પાણીની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરી. સરકારી આંકડા ટાંકીને તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં 18,715 ગામોમાંથી 55 ટકા ગામોમાં પીવાનું પાણી શુદ્ધ નથી. રાજ્યનાં 8,250 ગામો પાણીની નબળી ગુણવત્તા, 2,791 ગામો ફ્લોરાઈડથી દૂષિત, 455 ગામો નાઈટ્રેટવાળું અને 792 ગામો ખારાશવાળું પાણી ધરાવે છે. આ સમસ્યા ક્યારે ઉકેલાશે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
વધુમાં, તેમણે ભૂગર્ભ જળની સ્થિતિ પર પણ સરકારને ઘેરી. કેગના અહેવાલનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે 2005માં બનાવેલા ગ્રાઉન્ડ વોટર મોડેલ બિલ પર રાજ્ય સરકારે 20 વર્ષથી કોઈ નક્કર કામગીરી કરી નથી. 2018ના કેગ રિપોર્ટમાં પણ ભૂગર્ભ જળની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને સરકારની ટીકા કરવામાં આવી હતી, જ્યારે તે જ સમયે એક રિપોર્ટમાં ગુજરાત તેનું 68% ગ્રાઉન્ડ વોટર વાપરી ચૂક્યું હોવાનું જણાયું હતું.
માટીનું વેચાણ: મુખ્યમંત્રીની જાહેરાત સામે સવાલડૉ. દોશીએ 'સુજલામ સુફલામ યોજના'ને મોટું કૌભાંડ ગણાવ્યું, જેની કેગ અને અન્ય સરકારી સમિતિઓએ પણ ભારે ટીકા કરી હતી, છતાં કોઈને સજા થઈ નથી.
તેમણે જળ અભિયાનમાં ભ્રષ્ટાચારનો ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યું કે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે "તળાવો-ચેકડેમ ઊંડા કરવાથી ઉપલબ્ધ થનારી ફળદ્રૂપ માટી એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના અપાશે." પરંતુ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક ગામમાં જ પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને ત્યાંથી નીકળેલી માટી રૂ. 300થી રૂ. 800ના ભાવે વેચવામાં આવી. કોંગ્રેસનો આક્ષેપ છે કે રૂ. 345 કરોડના આ જળ અભિયાનમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે.
કોંગ્રેસે માંગ કરી છે કે આ અભિયાન પર દેખરેખ રાખવા માટે રચાયેલી મુખ્ય સચિવના અધ્યક્ષપદવાળી સમિતિનો અહેવાલ સરકારે તત્કાલ જાહેર કરવો જોઈએ. ડૉ. દોશીએ આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર દર પાંચ વર્ષે કોન્ટ્રાક્ટરો સાથે મળીને ભ્રષ્ટાચાર થાય તેવી નવી નવી સ્કીમ લાવીને ભ્રષ્ટાચારના વધુ દરવાજા મોકળા કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?