દીકરીના લગ્ન માટે CMએ બદલ્યું કાર્યક્રમનું સ્થળ
દીકરીના લગ્ન પ્રસંગે પરિવારની એક વિનંતી પર મુખ્યમંત્રીનો નિર્ણય- ઇવેન્ટની જગ્યા બદલી દીધી

દીકરીના લગ્ન માટે CMએ બદલ્યું કાર્યક્રમનું સ્થળ

દીકરીના લગ્ન માટે CMએ બદલ્યું કાર્યક્રમનું સ્થળ
ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલને "દાદા" કઈ એમજ જ નથી કહેતા, તેમના કર્મો જ તેમને સન્માન આપવા પ્રેરતા હોય એમ લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ઘટનામાં માનવીય લાગણી બતાવી સૌને ખુશી વહેંચી દીધી છે.
જામનગરમાં એક દીકરીના લગ્ન કોઈ ખલેલ વિના યોજાઈ શકે તે માટે પોતાના સરકારી કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી આપ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક પરિવારની લાગણીને માન આપીને રાજ્યના વડાએ સંવેદનશીલતા દેખાડતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારનો લગ્નોત્સવ આજે, 23 નવેમ્બરે શહેરના ટાઉનહોલ ખાતે નક્કી હતો. તૈયારીઓ પૂર્ણતા તરફ હતી ત્યારે જાણ થઈ કે 24 નવેમ્બરે એ જ સ્થળે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ યોજાવાનો છે. પોલીસ બંદોબસ્ત, સુરક્ષા વ્યવસ્થાઓ અને આવનજાવનના નિયંત્રણને કારણે લગ્નવિધિમાં અવરોધ ઉભા થઈ શકે તેમ હતું. આ સાંભળી પરિવાર ચિંતિત બન્યો હતો.
પરિવારે મુખ્યમંત્રી કાર્યાલય સુધી પોતાની વ્યથા પહોંચાડી અને વાત મુખ્યમંત્રી સુધી પહોંચતાં જ તેમણે તરત સ્પષ્ટ કહ્યું કે, લગ્ન પ્રસંગમાં અડચણ ઉભી ન થાય તે માટે સરકાર પોતાનો કાર્યક્રમ બદલી દેશે. “દીકરીના ઘરે ખુશીનો અવસર છે. તેમની ચિંતા એ આપણું કર્તવ્ય,” એમ કહીને મુખ્યમંત્રીએ કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલવાનો આદેશ આપ્યો.
પરમાર પરિવારના કાકા બ્રિજેશ પરમાર જણાવે છે કે મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે સંપર્ક કરી તેમને નિશ્ચિતતા આપી. “લગ્નગાળામાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, વ્યવસ્થાઓ ગોઠવવી એ બધું અમારી માટે અશક્ય હતું. પણ મુખ્યમંત્રીના એક ફોન બાદ અમારે ચિંતા જ રહી નહીં. અમે એ રાત્રે શાંતિથી સૂઈ શક્યા,” તેઓ જણાવે છે.
આ નાની પરંતુ અસરકારક ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર વહીવટી નીતિનિયમોમાં સજાગ મુખ્યમંત્રી નથી પરંતુ સામાન્ય નાગરિકોની લાગણી અને મુશ્કેલીને સમજી તાત્કાલિક નિર્ણય લેતા માનવતા કેન્દ્રિત નેતા છે. રાજ્યની સત્તાના કેન્દ્ર સુધી જનતાની ચિંતા પહોંચે અને તરત ઉકેલ મળે તેવું દૃશ્ય સામાન્ય રીતે જોવા મળતું નથી. પરંતુ આ પ્રસંગે મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ લોકોમાં પ્રશંસાનો વિષય બન્યો છે.
જામનગરમાં પરમાર પરિવાર હવે આનંદથી દીકરીને વિદાય આપવા તૈયારી કરી રહ્યું છે. અને સ્થાનિકો વચ્ચે એક જ વાક્ય ચર્ચામાં છે: “મુખ્યમંત્રી માત્ર મુખ્યમંત્રી નથી, એક ઉત્તમ માણસ પણ છે.”
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?