દીપડાના આતંકથી બચવા બાળકોને પાંજરે પૂર્યાં!
5 દીકરી અને 1 દીકરાની ચિંતામાં પિતાએ લોખંડનું વિશાળ પાંજરું બનાવ્યું

ખેતીવાડીમાં કામ કરવામાં બાળકોની ચિંતા રહેતી

ખેતીવાડીમાં કામ કરવામાં બાળકોની ચિંતા રહેતી
અમરેલી જિલ્લામાં દીપડાના વધતા આતંક વચ્ચે એક ખેતમજૂર પિતાએ પોતાનાં બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. રાજુલા તાલુકાના ઝાપોદર ગામની વાડી વિસ્તારમાં રહેતા ભરત બારૈયાએ પોતાનાં 6 બાળકોની સુરક્ષા માટે લોખંડનું વિશાળ પાંજરું બનાવ્યું છે. 5 દીકરી અને 1 દીકરાની ચિંતામાં પિતાએ આ માર્ગ અપનાવ્યો છે અને બાળકોને પાંજરામાં પૂર્યાં છે.
ભરત બારૈયાએ જણાવ્યું હતું કે મારાં પત્ની ગુજરી ગયાં છે, મારે 5 બાળકી છે, 1 દીકરો છે. હું ખેતી કરી રહ્યો છું. મને વિચાર આવ્યો, મારે ખેતીવાડીમાં પાણી વાળવા કેવી રીતે જવું? કોઈ સાથે હોય નહીં, રાતે 12 એક વાગી જાય. મને મગજમાં પ્લાન આવ્યો, પાંજરું બનાવ્યું, તાળું મારી શકીએ. અહીં દીપડા અને સિંહોનો પૂરેપૂરો ત્રાસ છે. રાતના સમયે વહેલી સવારે વન્યપ્રાણી આવે છે. કાયમ કૂતરાને ઉપાડે છે, મારાં 4 ગલૂડિયાં લઈ ગયા છે.
પાંજરું બનાવનાર કારીગર અશોકે જણાવ્યું હતું, થોડા દિવસ પહેલાં મને વાત કરેલી હતી, મારા છોકરાં એકલાં રહે છે. દીપડાનો બહુ ત્રાસ છે, પછી મને વિચાર આવ્યો. સિંહ-દીપડા પૂરવા માટે તો પાંજરા હોય જ છે. બાળકોને સાચવવા અને સેફ્ટી માટે પાંજરું બનાવવાનું નક્કી કર્યું હતું. 2 દિવસમાં લોખંડની પાઇપ વાપરી અને જાળી મારી પાંજરું બનાવ્યું છે, એટલે છોકરાં સેફ રહી શકે.
અનેક વખત બાળકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક પરિવારોએ બાળકો ગુમાવ્યા છે. હાલમાં દીપડાની અવરજવર વચ્ચે આ ખેતમજૂરે બાળકોને સીમ વિસ્તારમાં સુરક્ષિત રાખવા માટે માસ્ટર પ્લાન લાવવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.