સુરતમાં પતંગની દોરી હાઇટેંશન લાઇનને અડી જતાં વિસ્ફોટ, બાળકનું મોત
સચિન જીઆઇડીસી વિસ્તારમાં બનેલી ઘટનામાં બાળક ગંભીર રીતે દાઝી ગયા બાદ મોત

સુરતમાં પતંગની દોરી હાઇટેંશન લાઇનને અડી જતાં વિસ્ફોટ, બાળકનું મોત

સુરતમાં પતંગની દોરી હાઇટેંશન લાઇનને અડી જતાં વિસ્ફોટ, બાળકનું મોત
સુરતમાં ઉતરાયણ પહેલા ચોંકી જવાય તેવી ઘટના બની છે. સુરત જીઆઇડીસી વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકની પતંગની દોરી વીજળીની હાઇટેંશન લાઇનને અડી જતા મોટો ધડાકો થયો હતો તેનો ભારે કરંટ લાગવાના કારણે બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું મોત થયું હતું.
મળેલી માહિતી મુજબ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ક્રિષ્નાનગરમાં પ્રિન્સ નામનો 13 વર્ષનો બાળક પતંગ ચગાવી રહ્યો હતો. ત્યારે તેના પતંગની દોરી હાઇટેંશન લાઇનને અડી જતાં મોટો ધડાકો થયો હતો અને કરંટ લાગતા જ પ્રિન્સ ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જેથી પરિવારમાં રોકકળ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.
ઉતરાયણ પહેલા ચાઇનીઝ દોરીના કારણે પણ લોકો ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. બુધવારે રાજકોટમાં પણ આવી ઘટના બની હતી જેમાં મસ્કત ફાટક પાસે રહેતો 11 વર્ષનો પુષ્પવીર શર્મા નામનો બાળક વીજળીના તારમાં ફસાયેલો પતંગ કાઢવાનો પ્રયાસ કરતો હતો ત્યારે તે અગાસી પરથી સબસ્ટેશન પર પડ્યો હતો અને તેને કરંટ લાગતા તેનું મોત થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.