વૃદ્ધ સાથે ઠગાઈ
વેજલપુરના વૃદ્ધ સાથે આધારકાર્ડ અપડેટના નામે 22 લાખની ઠગાઈ

વૃદ્ધ સાથે ઠગાઈ

વૃદ્ધ સાથે ઠગાઈ
વેજલપુરમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધને બેંક ઓફ ઇન્ડિયા નામના વોટ્સએપ ગ્રૂપમાં એડ કરી તમારું ખાતું બંધ ના થઇ જાય માટે આધાર કાર્ડ અપડેટ કરાવવાના બહાને ગઠિયાએ એપીકે ફાઇલ મોકલી ડાઉનલોડ કરાવીને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ.22.20 લાખની ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેજલપુર રહેતા 73 વર્ષીય પ્રવીણભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે અને તેમનું આનંદનગર ખાતે આવેલ બેંકમાં એકાઉન્ટન્ટ છે. પ્રવીણભાઇના વોટ્સએપ પર અજાણ્યા નબંર પરથી બેંક ઓફ ઇન્ડિયાના નામે બનેલા એક ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતાં. જે મેસેજ પ્રવીણભાઇએ જોતાં બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટ નંબરને આધાર કાર્ડ અપડેટ કરવા માટે કહ્યું હતું. જો આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો એક એપીકે ફાઇલ છે. તેને અપલોડ કરવાનું કહ્યું હતું.
આથી પ્રવીણભાઇ પટેલે બેંકનું વોટ્સએપ ગ્રૂપ માનીને લીધું હતું. અને તેમમે એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી. જેમાં તેમને મોબાઇલ નંબર અને તેમના બેંક એકાઉન્ટની વિગત લખી હતી. ત્યારબાદ તેઓ રાત્રે ખબર પડી કે, તેમના બેંકના એકાઉન્ટમાંથી બેથી ત્રણ વખત રૂપિયા ડેબિટ થયા હતા. બીજા દિવસે તેઓએ બેંકમાં જઇને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, તેમની ફિક્સ ડિપોઝિટના આધારે પાંચ ઓવરડ્રાફટ એકાઉન્ટ ખૂલ્યા છે અને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 89 જેટલા અલગ-અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂ.22.20 લાખ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આથી તેમણે ઠગાઇનો ભોગ બન્યા અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર સિટીઝન સાથે આધારકાર્ડ અપડેટ કરવા ઉપરાંત વિદેશ મોકલેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ડરાવી પૈસા પડાવવાના કિસ્સામાં વધારો થયો છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.