LDમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને માર માર્યો
40 લોકો મોઢે રૂમાલ બાંધીને ઘૂસી આવ્યા અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીને માર માર્યો

વિદ્યાર્થીને માર માર્યો

વિદ્યાર્થીને માર માર્યો
અમદાવાદની પ્રસિદ્ધ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ફરી એકવાર શિક્ષણને બદલે મારામારીની ઘટનાને કારણે ચર્ચામાં આવી છે. કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક મારામારીનો વીડિયો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટનામાં જમ્મુ-કાશ્મીરના એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે.
પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી
મળતી માહિતી અનુસાર, આ ઘટના વિદ્યાર્થી સંગઠન, ખાસ કરીને ABVPના કાર્યકરો દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લગભગ 40 જેટલા લોકો મોઢે રૂમાલ બાંધીને હોસ્ટેલમાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં રહેતા વિદ્યાર્થીને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. શિક્ષણના ધામમાં આ પ્રકારની મારામારીની ઘટના સામે આવતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
2 દિવસ જૂનો ઝઘડો અને બદલો
આ હિંસક ઘટનાનું મૂળ બે દિવસ પહેલા થયેલા એક સામાન્ય ઝઘડામાં હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, આ મારામારીની ઘટના 2 દિવસ પહેલા થયેલા ઝઘડાનો બદલો લેવા માટે કરવામાં આવી હતી. માહિતી મળી છે કે, 2 દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓએ ગુજરાતી સ્ટુડન્ટને માર માર્યો હતો, જેને લઈને ABVPના કાર્યકરો મેદાને આવ્યા અને બદલો લેવાના ઈરાદે જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને માર માર્યો.મેસેજ કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી
ઘટનાના ભોગ બનનાર વિદ્યાર્થીનું નામ સંદીપ રાણા છે. અન્ય એક માહિતી મુજબ, સંદીપ રાણા હોસ્ટેલમાં ન મળતાં હુમલાખોરોએ અન્ય વિદ્યાર્થીને માર્યો હતો. આ ઝઘડો શરૂઆતમાં ગ્રુપમાં મેસેજ કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલીથી થયો હતો. એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, ગઈકાલે 'દેવ' નામના એક યુવકે પોતાના પિતા DGP હોવાની ઓળખ આપીને સંદીપ રાણાની રૂમમાં પ્રવેશ કર્યો હતો અને તેનો કોલર પકડ્યો હતો. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?