ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો
25 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વાતાવરણમાં પલટો

વાતાવરણમાં પલટો
ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો યથાવત્ રહ્યો છે. જ્યારે અંબાજી, નડિયાદ, અરવલ્લી સહિતના અનેક જિલ્લામાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે 25 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે સાબરકાંઠા-બનાસકાંઠા-અરવલ્લી-નર્મદામાં કરા પડવાની જ્યારે વડોદરા-છોટા ઉદેપુર ભરૂચ-નર્મદા-સુરત-ડાંગ-નવસારી-વલસાડ-તાપી-અમદાવાદ-ગાંધીનગર-પાટણ-મહેસાણા-ખેડા-અરવલ્લી-પંચમહાલ-દાહોદ-મહીસાગર-દમણમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રવિવારથી વાતાવરણ પૂર્વવત્ થઇ શકે છે.
કમોસમી વરસાદને પગલે વરિયાળી, બટાકા, ઘઉં, ચણા, ઝીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.આજે મોટાભાગના સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 24 કલાક તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં સાધારણ વધારો થઇ શકે છે.
સાબરકાંઠામાં ગતરાત્રિએ અનેક વિસ્તારોમાં કમોસમી માવઠાના વાદળો અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.હિંમતનગર,ગાંભોઈ, ચાંદરણી, ચાંપલાનાર, વાવડી, ગાંધીપુરા, મોરડુંગરા, રૂપાલકંપા, બાવસર, હાથરોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડાબ્રહ્માના દામાવાસ પંથકમાં રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો.
અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં 2 મીમી અને બાયડમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઇ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઇ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.