ધો. 10-12 બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર
ધુળેટીની રજાને કારણે બોર્ડની ભૂલ સુધરાઈ: 4 માર્ચની પરીક્ષાઓની નવી તારીખ જાહેર

ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ ફેરફાર

ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર રજાના દિવસે બોર્ડની પરીક્ષાનું આયોજન કરવાની ભૂલ સ્વીકારવામાં આવી છે, જેના પગલે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ધુળેટીની જાહેર રજાને ધ્યાનમાં રાખીને બોર્ડે નવી તારીખો જાહેર કરી છે.
પરીક્ષાની બદલાયેલી નવી તારીખો :
બોર્ડ દ્વારા 4 માર્ચે યોજાનારી વિવિધ વિષયોની પરીક્ષાઓની તારીખ હવે બદલી દેવામાં આવી છે:
ધોરણ 10: સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે 18 માર્ચના રોજ લેવામાં આવશે
ધોરણ 12 સામાન્ય પ્રવાહ: 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષા હવે 18 માર્ચના રોજ યોજવામાં આવશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ: 4 માર્ચે યોજાનાર જીવ વિજ્ઞાનની પરીક્ષા હવે 16 માર્ચના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવાશે
સંસ્કૃત પ્રથમા: 16 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી યોજાશે
સંસ્કૃત મધ્યમા: 16 માર્ચના બપોરે 3 વાગ્યાથી 6.16 વાગ્યા સુધી લેવાશે
ધુળેટીની રજાનો વિવાદ :
બોર્ડ દ્વારા ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડનું પેપર રાખવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. બોર્ડ દ્વારા આ પ્રકારની ભૂલ પહેલી વખત કરવામાં આવી નથી, અગાઉ વર્ષ 2023માં પણ ચેટી ચાંદના દિવસે પરીક્ષા ગોઠવવામાં આવી હતી, જે બાદમાં રજૂઆતોના આધારે બદલવામાં આવી હતી. આ વર્ષે પણ વિવાદ બાદ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બોર્ડ પરીક્ષાના આવેદનપત્રોની તારીખો :
ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે:
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 7 નવેમ્બર, 2025 (બપોરે 12:00 કલાક) થી 6 ડિસેમ્બર, 2025 (રાત્રિના 12:00 કલાક) સુધી.
વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ફોર્મ ભરી શકશે
પરીક્ષા સમય અને અન્ય વિગતો
વધારાનો સમય: દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. (ઉત્તરવહી ભરવા 5 મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા 10 મિનિટ)
રિપોર્ટિંગ સમય: પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં અને બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ પહોંચવાનું રહેશે
પરીક્ષાનું આયોજન: ગત વર્ષે 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષાની જેમ આ વખતે પણ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન પૂર્ણ થશે
GUJCET 2026ની તારીખ જાહેર :
ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે:
તારીખ: આગામી 29 માર્ચ, 2026 (રવિવાર)
સમય: સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી
માધ્યમ: પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપી શકાશે
ફોર્મની માહિતી: GUJCET 2026 માટે ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી ટૂંક સમયમાં gseb.org પર જાહેર કરાશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?