CMની ગ્રામોદ્ધન યોજના શરુ કરવાની જાહેરાત
CM એ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને 'વિકસિત ભારત'ના સંકલ્પને પુનરાવર્તિત કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સમગ્ર દેશની જેમ, ગુજરાત પણ આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના દેશભક્તિના રંગે રંગાયું. રાજ્ય કક્ષાના મુખ્ય સમારોહનું આયોજન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં કરવામાં આવ્યું હતું. પોરબંદરની માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ગુજરાતના નાગરિકોને 'હર ઘર તિરંગા' અને 'હર ઘર સ્વચ્છતા' અભિયાનમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી. તેમણે આ પર્વને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું સન્માન કરવાનો અને 'વિકસિત ભારત'ના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાનો અવસર ગણાવ્યો.
પોરબંદરમાં યોજાયેલા આ કાર્યક્રમની થીમ 'બાપુના પગલે તિરંગા ભારત' હતી, જેણે આઝાદીના અમૃતકાળમાં ગાંધીજીના સિદ્ધાંતોનું મહત્વ દર્શાવ્યું. આ ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની સમૃદ્ધ લોકકળા અને સંસ્કૃતિને રજૂ કરાઈ હતી.
વિશ્વ વિખ્યાત મણિયારો રાસ, ટિપ્પણી રાસ, તાંડવ નર્તન અને ઉત્સાહી ગરબા જેવા લોકનૃત્યોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા. આ ઉપરાંત, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ગુજરાત ગૌરવ એવોર્ડ વિજેતા ગોલ્ડન ગાંધી સહિતના કલાકારોની ટીમે પણ પોતાનું પરફોર્મન્સ આપીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમમાં દેશભક્તિનું વાતાવરણ છવાયું હતું અને પોરબંદર સંપૂર્ણપણે દેશભક્તિમાં મગ્ન હતું.
ત્યારે CMએ તેમના સંબોધનમાં કહ્યું કે, ગુજરાત ટેક્નોલોજીમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે સુરત સહિત કુલ 6 ઇકોનોમિક હબ બનાવવામાં આવશે. રાજ્યના બજેટમાં ઉત્તરોઉત્તર વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે શહેરી વિકાસ વર્ષ તરીકે આપણે ઉજવી રહ્યા છે. આ સિવાય 100થી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ગ્રામોદ્ધન યોજના શરુ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ટ્વીટ કરીને દેશવાસીઓને અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને અસંખ્ય દેશવાસીઓના સંઘર્ષને યાદ કરતા 79મા સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે શહીદોના સમર્પણને કૃતજ્ઞતા સહ વંદન કર્યા.
તેમણે લખ્યું કે, "આપણી સામે 'વિકસિત ભારત'ના નિર્માણનું મહાન લક્ષ્ય છે. આવો, આપણે સૌ આ લક્ષ્યને સાકાર કરવા, અને ભારતમાતાને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરાવવા કૃત સંકલ્પ થઈએ." આ ટ્વીટ દ્વારા તેમણે ભવિષ્યના ભારત માટે એક મજબૂત અને સમૃદ્ધ રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું. ગુજરાતની આ ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન હોતી, પરંતુ તે દેશના વિકાસ અને પ્રગતિના સંકલ્પને મૂર્તિમંત કરતી હતી.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.