કરજણ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકી, 2નામોત
કરજણ તાલુકામાં નર્મદા કેનાલમાં કાર ખાબકતાં 2 યુવાનોના મોત, 2નો બચાવ

નર્મદા કેનાલમાં કાર ખાબકી

નર્મદા કેનાલમાં કાર ખાબકી
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના દેરોલી ગામ નજીક આજે સવારે એક દુ:ખદ દુર્ઘટના સામે આવી છે. દિવાળીપુરાના રહેવાસીઓ સાથે ભરેલી એક કાર અચાનક નર્મદા કેનાલમાં ખાબકી હતી. મળતી માહિતી અનુસાર, કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું કેનાલમાં જતું રહ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર 4 વ્યક્તિઓમાંથી 2ના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો સમયસૂચકતાથી બહાર નીકળીને બચી ગયા હતા.
દેરસી ગામ નજીક થયેલી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મૃતદેહોને કેનાલમાંથી બહાર લાવવામાં આવ્યા. કારમાં સવાર ચારેય લોકો દિવાળીપુરાના રહેવાસીઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
હાલમાં પોલીસ અધિકારીઓએ ઘટનાની વિસ્તૃત તપાસ શરૂ કરી છે. પરિવારજનો અને સ્થાનિક વિસ્તારોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!