ખેતીની આડમાં ગાંજાનું લાખોમાં થતું વાવેતર ઝડપાયું
રાજકોટમાં દેવું ચૂકવવા હના ગાબુએ ગાંજાની ખેતી શરુ કરી, ₹1.11 કરોડનો મુદ્દામાલ કબજે...

ગાંજાનું લાખોનું વાવેતર ઝડપાયું

ગાંજાનું લાખોનું વાવેતર ઝડપાયું
રાજકોટ શહેર પોલીસને નશાના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધ મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર આજીડેમ પોલીસે અણીયારા ગામની સીમમાં તુવેરની ખેતી વચ્ચે છુપાવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે.
પોલીસે સ્થળ પરથી ગાંજાના નાના-મોટા 64 છોડ સહિત સૂકો અને ભીનો મળીને કુલ 223 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે ₹1 કરોડ 11 લાખ જેટલી થાય છે.
ઝોન-1ના ડીસીપી હેતલ પટેલે આપેલી માહિતી મુજબ, આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અણીયારા ગામની સીમમાં ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્તા પર આવેલી નાથાભાઈ સિંધવની વાડીમાં આરોપી હના સવા ગાબુ (ઉ. 48) ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી વાવેતર કરનાર આરોપી હના સવા ગાબુની ધરપકડ કરી લીધી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી હના ગાબુએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કબૂલ્યું કે તેને દેવું થઈ ગયું હતું, જેને ચૂકવવા માટે તેણે છેલ્લા દોઢ વર્ષથી 14 વીઘા જેટલી જમીનમાં ગાંજાની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. આ ગેરકાયદેસર ખેતી માટે તેને તેના કૌટુંબિક કાકાએ જ પ્રેરણા આપી હતી અને ગાંજાના બીજ પણ પૂરા પાડ્યા હતા. હના ગાબુ આ ગાંજાનો જથ્થો ચોટીલા વિસ્તારમાં રહેતા તેના કાકાને જ આપતો હતો.
પોલીસે આરોપી હના ગાબુના રિમાન્ડ મેળવવા અને આ સમગ્ર રેકેટમાં સંડોવાયેલા તેના કાકાની તેમજ વાડી માલિક નાથા સિંધવની ભૂમિકા અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?