બસ માલિકો vs રાજસ્થાન RTO: 'ઘોર નિંદ્રા'ના આક્ષેપો
બસમાં આગની ઘટના બાદ રાજસ્થાન RTO જાગ્યું, આડેધડ દંડથી બસ માલિકો હડતાળ પર, સુરતમાં પણ અસર

બસ માલિકોએ RTO સામે બાયો ચઢાવી

બસ માલિકોએ RTO સામે બાયો ચઢાવી
ગુજરાત હોય કે રાજસ્થાન, કમનસીબે મોટી દુર્ઘટનાઓ જ તંત્રને 'ઘોર નિંદ્રા'માંથી જગાડે છે. આવું જ કંઈક હાલમાં રાજસ્થાનમાં થયું છે. થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં એક લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટના બની હતી, જેમાં ૩૦થી વધુ મુસાફરો ૭૦ ટકા જેટલા ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ગંભીર ઘટના બાદ રાજસ્થાનનું તંત્ર એકાએક સફાળું જાગ્યું અને હવે લક્ઝરી બસ માલિકો પર કડક કાર્યવાહીના નામે આડેધડ મોટા દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. આ 'ઉતાવળિયા' પગલાંના વિરોધમાં લક્ઝરી બસ માલિકોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
માલિકોના આકરા આક્ષેપો: "પાસિંગ વખતે ક્યાં હતા?"લક્ઝરી બસ માલિકોનો મુખ્ય આક્ષેપ એ છે કે જ્યારે તેઓ નવી બસ ખરીદે છે, ત્યારે RTOમાંથી નિયમ પ્રમાણે પાર્સિંગ કરાવે છે. જો બસમાં કોઈ ટેક્નિકલ ખામી કે કમી હોય તો તે સમયે જ પાર્સિંગ કેમ મંજૂર કરવામાં આવે છે? અને જો કોઈ દુર્ઘટના બને તો તમામ માલિકોને હેરાનગતિ શા માટે?
માલિકોનું કહેવું છે કે, "અમે નિયમ પાળવા તૈયાર છીએ, પણ જો કોઈ કમી હોય તો અમને એક-એક લાખ રૂપિયાના મોટા મેમો આપવાના બદલે બે મહિનાનો સમય આપો જેથી અમે સુધારા કરી શકીએ." RTOના આ 'બેવડા વલણ'ને કારણે તેઓ વિરોધમાં હડતાળ પર ઉતર્યા છે.
રાજસ્થાનમાં 8000થી વધુ બસો થંભી, સુરત પણ પ્રભાવિતબસ માલિકોની આ હડતાળને કારણે રાજસ્થાનમાં ૮,૦૦૦થી વધુ લક્ઝરી બસોના પૈડા થંભી ગયા છે, જેની સીધી અસર ગુજરાતના સુરત શહેર પર પણ જોવા મળી રહી છે. સુરતના સરદાર માર્કેટ સામે આવેલા લક્ઝરી બસના પાર્કિંગમાંથી રાજસ્થાન જતી બસના માલિકો પણ આ હડતાળમાં જોડાયા છે.
આ હડતાળના કારણે રાજસ્થાન જવા-આવવાનું કરતા હજારો મુસાફરો, ખાસ કરીને દિવાળીના વેકેશનમાં ગુજરાતથી રાજસ્થાન ફરવા ગયેલા યાત્રીઓ, અધવચ્ચે અટવાઈ જાય તો નવાઈ નહીં! જો તંત્ર અને માલિકો વચ્ચે વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે, તો મુસાફરોની મુશ્કેલીમાં વધારો થવાની પૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!