વડોદરામાં બુટલેગરોનો આતંક, પીઆઇને કરવું પડ્યું ફાયરિંગ..
દરજીપુરા વિસ્તારમાં બુટલેગરો દ્વારા દારુનું કટીંગ કરાઇ રહ્યું છે તેવી બાતમી SMCની ટીમને મળી હતી

વડોદરામાં બુટલેગરોનો આતંક, પીઆઇને કરવું પડ્યું ફાયરિંગ..

વડોદરામાં બુટલેગરોનો આતંક, પીઆઇને કરવું પડ્યું ફાયરિંગ..
વડોદરાના દરજીપુરામાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા દરમિયાન અસામાજીક તત્વોએ વિરોધ કરતાં પીઆઇને સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. 31મી ડિસેમ્બર આવી રહી છે ત્યારે વડોદરા પાસેના દરજીપુરા ગામમાં દારુનું કટીંગ થઇ રહ્યું હોવાની બાતમી મળતાં પોલીસ ત્રાટકી ત્યારે આ ચોંકાવનારો બનાવ બન્યો છે.
પોલીસ સુત્રોએ કહ્યું કે વડોદરાના હરણી પોલીસ મથકની હદમાં આવેલા દરજીપુરા વિસ્તારમાં બુટલેગરો દ્વારા દારુનું કટીંગ કરાઇ રહ્યું છે તેવી બાતમી SMCની ટીમને મળી હતી જેથી પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ખુલ્લી જગ્યામાં દારુનું કટીંગ ચાલી રહ્યું હતું જેથી પોલીસે દારુનો જપ્ત કરીને આરોપીઓને પકડવાની કાર્યવાહી શરુ કરી હતી. પોલીસની ટીમોને જોતાં જ આરોપીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
દરમિયાન, પોલીસની કાર્યવાહીનો ત્યાં હાજર અસામાજીક તત્વોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેથી પીઆઇ ખાંટે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ અધિકારીએ ફાયરિંગ કરતાં જ લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
SMCની ટીમે 22.69 લાખનો દારુ તથા કન્ટેન્ર સહિત 62.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે કકડક કાર્યવાહી કરીને સ્થળ પરથી ફિરોઝ યાકુબ દિવાન (રહે. આજવા રોડ, વડોદરા), અલ્તાફ યાકુબહુસૈન દિવાન (રહે. યાકુતપુરા, વડોદરા) અને રતનસિંગ જબ્બરસિંગ સોઢા (રહે. એકતાનગર, આજવા) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી ઝુબેર સફીક મેમણ (રહે. વાડી, વડોદરા) તથા ઝુબેર ઉર્ફે જાડીયો, ઇનોવા કાર ચાલક અને ઝુબેરના પાંચ શ્રમિકો મળીને 8 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વોન્ટેડ પૈકી કેટલાક લિસ્ટેડ બુટલેગર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં મુદ્દામાલ લાવવામાં આવ્યો છે. અને અહિંયા પ્રોહીબીશન સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.