BLOને ગળાની પીડા હોવા છતાં કરે છે ચૂંટણીની કામગીરી
બીમાર હોવા છતાં મકરંદ જોશીએ SIRની ફરજ ન છોડી, લોકજાગૃતિનું ઐતિહાસિક કાર્ય

સુરત BLO SIR કામગીરી

સુરત BLO SIR કામગીરી
વિવાદો વચ્ચે સુરતના BLOની અનુકરણીય ફરજ નિષ્ઠા :
SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી દરમિયાન કામના ભારણ અને કર્મચારીઓના મૃત્યુ અંગેના વિવાદો વચ્ચે, સુરતના BLO મકરંદ રાજેશભાઈ જોશીની માનવતા અને ફરજ પ્રત્યેનું સમર્પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.
શિક્ષક તરીકે ફરજ બજાવતા મકરંદ જોશીએ તેમને ફાળવેલા વિસ્તારોમાં માઇક અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને સોસાયટી-સોસાયટીમાં જઈને SIRના ફોર્મ ભરવા માટે નાગરિકોને સક્રિયપણે જાગૃત કર્યા છે. તેઓ આ કામગીરીને લોકશાહીને મજબૂત કરવાનું એક ઐતિહાસિક કાર્ય માની રહ્યા છે.
ગંભીર ઇજા છતાં કામગીરી ચાલુ રાખી :
મકરંદ જોશી ગળાની નીચે મણકાની ગાદીમાં સર્વાઇકલ ઇજાથી પીડાઈ રહ્યા છે અને ડોક્ટરે તેમને હાથ અને ખભાને આરામ આપવાની સલાહ આપી છે. આ ગંભીર શારીરિક પીડા હોવા છતાં, તેમણે પોતાની તકલીફને લઈને કોઈપણ પ્રકારની રજાની માંગણી કરી નથી અને સતત કામગીરી ચાલુ રાખી છે.
અડાજણ વિસ્તારમાં રહેતા 37 વર્ષીય મકરંદ જોશી 2013થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. બે દીકરીના પિતા એવા મકરંદભાઈએ જણાવ્યું કે કામગીરી શરૂ થયાના થોડા દિવસોમાં જ તેમને ગરદનમાં દુખાવો શરૂ થયો અને તબીબી તપાસમાં મણકાની ગાદી ખસી જવાનું નિદાન થયું હતું
લોકતંત્રને મજબૂત કરવા ઈલાજ સાથે કામગીરી :
મકરંદ જોશીએ સ્પષ્ટ કર્યું કે શરૂઆતમાં તેઓ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમને એ વાતનું ધ્યાન આવ્યું કે SIRની પ્રક્રિયા લોકતંત્રને ખૂબ મજબૂત બનાવનારી છે અને તેઓ તેનો ભાગ બનવા માંગે છે. તેમણે કહ્યું કે આ કામગીરી એટલી જટિલ છે કે જો તેઓ મુક્ત થાય અને કોઈ નવા વ્યક્તિને કામ સોંપવામાં આવે, તો તેને સમજવામાં ઘણો તનાવ થશે
તેમણે પોતાની તબિયત અને કામગીરી વચ્ચે સંતુલન જાળવવાનું નક્કી કર્યું, જેથી શારીરિક શ્રમ પણ ઓછો પડે અને BLOના તમામ કાર્યો (જેમ કે ફોર્મ્સ લેવા, શિફ્ટેડના ફોર્મ્સ ઓનલાઇન ચઢાવવા) પણ પૂર્ણ થાય
ધીરજ રાખીને લોકજાગૃતિ લાવ્યા :
ઘરે-ઘરે જતી વખતે લોકો તરફથી ફોર્મ સમયસર ન મળવા અને ગંભીરતા ન લેવાના કારણે ફ્રસ્ટ્રેશનની સ્થિતિ સર્જાતી હતી. આના નિવારણ માટે મકરંદ જોશીએ એક અસરકારક ઉપાય શોધ્યો. તેમણે સોસાયટીઓમાં માઈક સ્પીકર લઈને જઈને જાગૃતિનું વાતાવરણ ઊભું કર્યું. આનાથી લોકોમાં ચર્ચા શરૂ થઈ અને ફોર્મ મળવાની કામગીરીમાં સુધારો થયો, જેના પરિણામે સારા પરિણામો મળ્યા
જ્યારે અધિકારીઓએ તેમની તકલીફ જાણીને તેમને કામગીરીમાંથી મુક્ત કરવાનો વિચાર કર્યો, ત્યારે તેમણે સામેથી ના પાડી દીધી, કારણ કે તેઓ લોકતંત્રને મજબૂત કરવાના આ મહત્ત્વપૂર્ણ કેમ્પેનમાંથી બાકાત રહેવા માંગતા નહોતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?