મહેસાણાના સુદાસણામાં BLOનું હાર્ટ એટેકથી મોત
રાત્રે 2 વાગે ઊઠી SIR કામગીરી કરતાં હતા તે સમયે દિનેશભાઈ રાવળને હાર્ટ એટેક આવતાં મોત થયું

મૃતક BLO દિનેશભાઈ રાવળની ફાઈલ તસવીર

મૃતક BLO દિનેશભાઈ રાવળની ફાઈલ તસવીર
સમગ્ર દેશમાં હાલ મતદાર યાદી સુધારણા અંતર્ગત SIRની કામગીરી ચાલી રહી છે. કામના ભારણના કારણે BLOના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાતમાં વધુ એક BLOનું કામના ભારણથી હાર્ટ એટેક આવતાં મોત થયું છે. મહેસાણા જિલ્લાના સુદાસણા ગામમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતાં BLO દિનેશભાઈ રાવળને ગત રાત્રે હાર્ટ એટેક આવતાં મોત થયું છે. જેના કારણે ગામમાં શોક છવાયો છે. ગુજરાતમાં છેલ્લાં 10 દિવસમાં 5 BLOના મોત થયા છે.
સતલાસણા સુદાસણા ગામમાં દુઃખદ ઘટના બની છે. ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષિય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. નેટ કનેક્ટિવિટીની સમસ્યાના કારણે તેઓ દિવસે કામ નહીં કરી શકતા હતા. જેથી રાત્રે લગભગ 2 વાગ્યે SIR કામગીરી કરી રહ્યા હતા. આ કામગીરી દરમિયાન છાતીમાં તીવ્ર દુઃખાવો અનુભવતાં તેમને તાત્કાલિક સારવાર માટે વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મૃત્યુ થયું.
દિનેશભાઈ સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 2001 થી સેવા આપતા હતા. BLO તરીકે તેમના કાર્ય વિસ્તારનો ભાગ નંબર 3, બૂથ નંબર 38 હેઠળ ચાલતો હતો. મોબાઈલ એપ અને સર્વરમાં ખામી હોવાના કારણે કેટલાક દિવસથી તેઓ રાત્રે ઊઠીને ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરતાં હતા. સર્વર કામ ન કરતું હોવાના SIR કામગીરીમાં સતત દબાણ રહેતું હતું.
આ ઘટના બાદ મહેસાણા જિલ્લાના શિક્ષક સમાજમાં તેમજ સુદાસણા ગામમાં શોક છવાઈ ગયો છે. BLO તરીકેના કાર્ય દરમિયાન 10 દિવસમાં રાજ્યમાં પાંચ BLOના મૃત્યુ નોંધાયા છે. જેમાં હૃદયરોગ, તણાવ અને કાર્ય દબાણ મુખ્ય કારણ છે. આ ઘટનાથી શિક્ષક સમુદાય અને BLO કર્મચારીઓમાં ચિંતા ફેલાઈ છે.
સુદાસણા પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગોવિંદસિંહ બારડે જણાવ્યું કે, રાત્રે 2 વાગે SIR ની કામગીરી કરતા હતા તે સમયે હાર્ટ એટેક આવતાં BLO દિનેશભાઈ રાવળનું મોત થયું છે. દિનેશભાઈ રાવળ BLO તરીકે તેમના ઘરમાં SIR નુ કામ કરી રહ્યા હતા. SIR ની App બરાબર કામ કરતી ન હોવાથી રાત્રે કામ કરતા હતા. છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરતા હતા. ગઈ રાત્રે 2 વાગે વાગ્યાની આસપાસ ઊઠી ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા. અપલોડ કામ કરતા હતા એ દરમિયાન છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતા. સારવાર માટે વડનગર સિવિલમાં લાવ્યા હતા. જ્યાં તેમને મરણ જાહેર કર્યા હતા. દિનેશભાઈની કામગીરી લગભગ 70 ટકા જેવી પૂરી થઈ હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, શિક્ષકોમાં હાલમાં સ્ટ્રેસ એ વાતનો છે કે ટૂંકાગાળાની અંદર એમને આપેલો લક્ષ્યાંક પૂરો કરવાનો છે. ફોર્મ અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ કરતું નથી. બીજી તરફ કામગીરી પૂરી કરવા દબાણ રહેતું હોય છે. તેથી આવી ઘટનાઓ બનતી રહે છે.
ગુજરાતમાં 10 દિવસમાં પાંચ BLO ના મોત
SIRની કામગીરી કરી રહેલા પાંચ BLO ના મોત થયાં છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની છારા પ્રાથમિક શાળાના શિક્ષક અરવિંદ વાઢેરે કામના દબાણથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સહાયક બીએલઓ તરીકે કામ કરતાં શિક્ષિકા કલ્પનાબેન પટેલનું હૃદયરોગના હુમલા બાદ મૃત્યું થયું હતું. ખેડા જિલ્લાના કપડવંજમાં રમેશભાઈ પરમાર BLO ની કામગીરી કરતા તે સમયે હાર્ટ-એટેક આવતાં મોત થયું હતું. વડોદરાની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન સોલંકીનું ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?