તાલાલાના ભાજપ નેતા પર લાગ્યો દુષ્કર્મનો ગંભીર આરોપ
રીસોર્ટમાં કેફી પીણું પીવડાવી સુરતની મોડલ પર દુષ્કર્મ કરવાનો લાગ્યો આક્ષેપ

મોડલ પર આચર્યું ભાજપના નેતાએ દુષ્કર્મ

મોડલ પર આચર્યું ભાજપના નેતાએ દુષ્કર્મ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ મથકમાં એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. સુરતની એક મોડલ અને પરિણીતાએ અમરેલીના ભાજપ નેતા, બગસરાના પ્રમુખ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મ આચર્યા હોવાનો ગંભીર આરોપ લગાવતી અરજી કરી છે. આ ઘટનાએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.
રિસોર્ટમાં કેફી પીણું પીવડાવી દુષ્કર્મનો આક્ષેપપીડિતાએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે, આ ઘટના તાલાલાના બોરવાવ ખાતેના એક રિસોર્ટના રૂમમાં બની હતી. તેણીએ આરોપ લગાવ્યો છે કે પ્રદીપ ભાખરે તેને કોલ્ડડ્રિન્કમાં કોઈ કેફી પદાર્થ ભેળવીને પીવડાવ્યો, જેના કારણે તે બેભાન થઈ ગઈ. ભાનમાં આવ્યા બાદ તેણે પોતાના શરીર પર એક પણ કપડું ન હોવાનું જોયું. જ્યારે તેણે પ્રદીપ ભાખરને આ અંગે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, "મોડલિંગમાં બધું ચાલતું હોય." એટલું જ નહીં, આરોપીએ દુષ્કર્મ દરમિયાન તેના ફોટો અને વીડિયો ઉતાર્યા હોવાનો પણ દાવો કર્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને ચૂપ રહેવા મજબૂર કરી.
ડ્રગ્સ કેસમાં ફસાવી જેલ કરાવવાનો પણ આરોપપીડિતાએ પ્રદીપ ભાખર પર વધુ એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. તેણીએ જણાવ્યું છે કે, આરોપીએ તેને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવીને બે મહિના સુધી જેલવાસ ભોગવવા પણ મજબૂર કરી હતી. આ આરોપોની ગંભીરતાને કારણે સમગ્ર મામલો વધુ પેચીદો બન્યો છે.
પોલીસ કાર્યવાહીમાં વિલંબ અને પીડિતાની આપવીતિપીડિતાના જણાવ્યા અનુસાર, તેણે થોડા દિવસો પહેલા પોસ્ટ દ્વારા તાલાલા પોલીસને આ અંગે અરજી મોકલી હતી, પરંતુ પોલીસે તે અરજી પર ધ્યાન આપ્યું ન હતું. જેના કારણે પીડિતાને સુરતથી તાલાલા આવીને રૂબરૂ ફરિયાદ નોંધાવવી પડી છે.
પોતાની આપવીતિ વર્ણવતા પીડિતાએ જણાવ્યું કે, તે મોડલિંગ અને એડવર્ટાઈઝમેન્ટનું કામ કરે છે. બોરવાવના એક રિસોર્ટની એડના કામ માટે તે તેના પતિ સાથે ત્યાં આવી હતી. તે સમયે પ્રદીપ ભાખર તેના પતિના મિત્ર હોવાથી તેમને મળવા રિસોર્ટ પર આવ્યા હતા. સાથે જમ્યા અને ગાર્ડનમાં બેઠા પછી, પીડિતાના પતિને તેમના મિત્રનો ફોન આવતા તેઓ બહાર ગયા હતા. જેથી પીડિતા રૂમમાં પરત ફરી.
ત્યારબાદ પ્રદીપ ભાખરે રૂમમાં આવીને મોડલિંગ અંગે વાત કરવાની વાત કહીને તેને કોલ્ડડ્રિન્કની બોટલ આપી. તે પીણું પીધાના ૧૫ મિનિટ પછી પીડિતાને ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તેણી ભાનમાં આવી ત્યારે તેને આ ઘટનાની જાણ થઈ.
આ ગંભીર આરોપો બાદ પોલીસે તાપસ હાથ ધરી છે અને આ મામલે સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. જોકે, ભાજપના નેતા પર આવા ગંભીર આરોપો લાગતા રાજકીય ગલિયારામાં પણ આ મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!