ભાજપ VS ભાજપ: કોર્પોરેટરે વીડિયો બનાવી તળાવના કામમાં ભ્રષ્ટાચારનો કર્યો આક્ષેપ
જુનાગઢમાં આવેલું નરસિંહ મહેતા તળાવ વિવાદમાં ઘેરાયું છે. ભાજપના કોર્પોરેટર જયેશ બોઘરાએ વીડિયો દ્વારા તળાવના બ્યુટીફિકેશન કામની નબળી સ્થિતિ દેખાડી હતી.

નરસિંહ મહેતા તળાવ

નરસિંહ મહેતા તળાવ
જુનાગઢ શહેરમાં સ્થિત નરસિંહ મહેતા તળાવ વિવાદમાં ઘેરાયું છે. વોર્ડ નંબર 7ના ભાજપના કોર્પોરેટર જયેશ બોઘરા દ્વારા તળાવની કામગીરીમાં નબળી ગુણવત્તા અને ગેરરીતિના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમણે તળાવનું સ્થળ નિરીક્ષણ કરીને વીડિયો જાહેર કર્યો છે જેમાં તળાવના બ્યુટીફિકેશન કામની નબળી સ્થિતિ દેખાડી છે.
કોર્પોરેટરએ દાવો કર્યો કે, તળાવની દીવાલ પર લગાવવામાં આવેલી ટાઈલ્સ સરળતાથી તૂટી રહી છે અને હાથમાં આવી રહી છે, જે દર્શાવે છે કે સામગ્રીમાં પણ ગુણવત્તાની ઘાટ ઊતરેલી છે. તેમણે જવાબદાર એજન્સી અને અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
આ મુદ્દો જાહેર થતા જ વિપક્ષે પણ તરત જ પ્રતિક્રિયા આપી છે. જુનાગઢ મનપાના વિપક્ષ નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે, તળાવનું બ્યુટીફિકેશન કાર્ય સત્તાધારી પક્ષ માટે ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે. બીજી બાજુ, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, મનપા મજબૂત અને ગુણવત્તાયુક્ત કામ માટે પ્રતિબદ્ધ છે અને નબળી કામગીરી ચલાવાશે નહીં.
મનપા કમિશનર દ્વારા પણ સ્પષ્ટ કરાયું છે કે, ટાઈલ્સ ઉખડવાની ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે અને જો ખામી મળી આવે તો એજન્સીને ચુકવણી અટકાવવામાં આવશે. જરૂર પડે તો ડિઝાઇનમાં પણ ફેરફાર કરવામાં આવશે.
તળાવની કામગીરી અગાઉથી ધીમી ગતિ અને વિલંબને લઈ વિવાદમાં રહી છે. પરંતુ હવે સત્તા પક્ષના કોર્પોરેટર દ્વારા ગેરરીતિના આક્ષેપ લાગતાં મામલો વધુ ગંભીર બન્યો છે. હવે સૌની નજર રહેલી છે કે, તપાસ બાદ મનપા કઈ કાર્યવાહીની દિશામાં આગળ વધે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?