ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત- નલિયા ઠંડુગાર
રાજ્યના 16થી વધુ જિલ્લામાં પારો 20°C થી નીચે, 18 નવેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે.

ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત

ગુજરાતમાં કડકડતી ઠંડીની શરૂઆત
ગુજરાતમાં શિયાળાની ઋતુએ હવે ધીમે ધીમે રફતાર પકડી છે. ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આજે (16 નવેમ્બર, 2025) સતત બીજા દિવસે નલિયા 14.0 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયું છે. જોકે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ સામાન્ય રીતે વધતા ઠંડીમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તાપમાનનો પારો નીચો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે.મોટાભાગના જિલ્લાઓમાં પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.
હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના 16થી વધુ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે, જે શિયાળાની જોરદાર શરૂઆત સૂચવે છે. શહેરમાં નલિયામાં 14.0, રાજકોટ- 14.5, કંડલા એરપોર્ટ 14.6, કેશોદ 14.7, વડોદરા 14.4, ગાંધીનગર 15.5, અમદાવાદ 16.6, સુરત 18.6, અમદાવાદમાં 16.6, રાજકોટમાં 14.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં અમરેલી 14 ડિગ્રી સાથે સવારે સૌથી વધુ ઠંડક અનુભવી રહ્યું હતું.હજી બેથી ત્રણ ડિગ્રી પારો ગગડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધુ ઘટાડો જોવા મળી શકે છે.
નિષ્ણાતોના મતે, 18 નવેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધુ તીવ્ર બની શકે છે.ઉત્તર ભારતમાં શીતલહેરની ચેતવણી અપાઈ છે.
ઉત્તર ભારતમાં શીતલહેરની ચેતવણી
ગુજરાતની સાથે જ ઉત્તર ભારતમાં પણ તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું ૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં પણ તાપમાન ૭ ડિગ્રી સુધી પહોંચ્યું છે. હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ દરમિયાન શીતલહેરથી લઈને ગંભીર શીતલહેર જોવા મળવાની ચેતવણી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?