NSUIની ‘સે નો ટુ ડ્રગ્સ’ ના વિરોધમાં બાઈક રેલી
ડ્રગ્સ વિરોધી સંદેશ સાથે નીકળી NSUI રેલીમાં હેલ્મેટ વગર બાઈક ચલાવવાના દ્રશ્યો ચર્ચામાં

NSUI સે નો ટુ ડ્રગ્સ’ બાઈક રેલી

NSUI સે નો ટુ ડ્રગ્સ’ બાઈક રેલી
ગુજરાતમાં વધતા નશાના દૂષણ સામે અવાજ ઉઠાવવાના હેતુથી અમદાવાદમાં NSUI દ્વારા આયોજિત ‘સે નો ટુ ડ્રગ્સ’ બાઈક રેલી વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. રેલીનો ઉદ્દેશ યુવાનોને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવાનો હતો, પરંતુ રેલી દરમિયાન જ ટ્રાફિકના મૂળભૂત નિયમોનું ભંગ થતું નજરે પડ્યું, જેના કારણે આ કાર્યક્રમ પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.
આ બાઈક રેલીમાં કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતાઓ અને આગેવાનો સામેલ થયા હતા. જોકે રેલી દરમિયાન અનેક નેતાઓ હેલ્મેટ વગર બાઈક ચલાવતા જોવા મળ્યા, જે જાહેર સુરક્ષા અને કાયદાના પાલન અંગે ગંભીર ચર્ચાનું કારણ બન્યું છે. ખાસ કરીને ડ્રગ્સ મુક્ત સમાજની વાત કરતી રેલીમાં સુરક્ષા નિયમોની અવગણના થવી લોકોમાં નારાજગી પેદા કરી રહી છે.
અમદાવાદના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલી અંદાજે આઠ કિલોમીટર સુધી ફરેલી હતી અને શહેરની જાણીતી કોલેજો પાસેથી નીકળી હતી. યુવાનોમાં જાગૃતિ લાવવા નીકળી રેલી દરમિયાન જ જવાબદાર નેતાઓ દ્વારા નિયમભંગ થવાથી કાર્યક્રમનો હેતુ પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યો છે.
રેલી દરમિયાન રાજકીય નિવેદનો પણ ચર્ચામાં રહ્યા. સરકાર પર પ્રહાર કરતા આગેવાનોએ રાજ્યમાં ડ્રગ્સના વધતા વ્યાપાર અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું હતું કે પવિત્ર યાત્રાધામોની આજુબાજુ પણ દારૂ, જુગાર અને નશાના કારોબાર સક્રિય છે, જે રાજ્ય માટે ચિંતાજનક બાબત છે.
આ ઉપરાંત રાજ્યમાં લાખો લોકો ડ્રગ્સના વધતા વ્યસનનો ભોગ બન્યા હોવાના દાવાઓ સાથે સરકારની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી પૂર્ણ થઈ હતી, પરંતુ નિયમભંગના મુદ્દે આ કાર્યક્રમ વધુ ચર્ચામાં આવી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?