BZ GROUPનો ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો...
15 દિવસથી દવાડાના ફાર્મ હાઉસમાં છુપાયો હતો પણ સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ના આવી

BZ GROUPનો ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો...

BZ GROUPનો ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો...
રાજ્યમાં 6 હજાર કરોડના પોન્ઝી સ્કીમનો મુખ્ય કૌંભાડી BZ GROUPનો ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે સીઆઇડી ક્રાઇમના હાથે ઝડપાઇ ગયો છે. સીઆઇડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લીધો હતો. ભૂપેન્દ્ર આ ફાર્મ હાઉસમાં છેલ્લા 15 દિવસથી છુપાયો હતો.છેલ્લા 1 મહિનાથી તે પોલીસ ગિરફ્તથી બચવા માટે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં છુપાયો હતો. તે નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે જ પોલીસે તેને ઝડપી લીધો હતો.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત રાજ્યના વિવિધ શહેરોમાં રોકાણકારોને પોન્ઝી સ્કીમની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6 હજાર કરોડનું કૌંભાડ આચર્યું હતું અને ત્યારબાદ મામલો પ્રકાશમાં આવતા તે ફરાર થઇ ગયો હતો. તેની સામે સીઆઇડી ક્રાઇમે તપાસ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. પોલીસે આ સંદર્ભે રોકાણકારોની પૂછપરછ કરીને તેના ઘણા સાગરીતોની ધરપકડ કરી હતી ભૂપેન્દ્ર ઝાલાએ પોલીસથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. ભૂપેન્દ્રએ 2020થી 2024 સુધી અલગ અલગ સ્થળો પર રોકાણકારોને લાલચ આપી 6 હજાર કરોડ જેટલી રકમ ઉઘરાવી હતી. તેની ઘણી સંપત્તિ અને રોકાણ પણ પોલીસને મળી આવ્યા છે. તે રોકાણકારોને ગોવા અને વિદેશની સફર પણ કરાવતો અને પોતાનો પ્રચાર કરાવતો હતો. તેનું નેટવર્ક રાજસ્થાન સુધી ફેલાયેલું હોવાનું જાણવા મળે છે.
દરમિયાન પોલીસ ભૂપેન્દ્રના ભાઇ રણજીતને પણ ઉઠાવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે મહેસાણા જીલ્લાના દવાડા ગામમાં આવેલા ફાર્મ હાઉસમાં છેલ્લા 15 દિવસથી ભૂપેન્દ્ર છુપાયો છે જેથી પોલીસે દરોડો પાડીને ભૂપેન્દ્રને ઝડપી લીધો હતો. તે અલગ અલગ સ્થળે છુપાયો હતો અને સીમ કાર્ડ પણ બદલી દેતો હતો. તે મોબાઇલ એપના માધ્યમથી વકીલના સંપર્કમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
બીઝેડ ગૃપની 12 કંપનીના 16 ખાતામાંથી પોલીસને 360 કરોડ મળ્યા છે જ્યારે 95 કરોડ રુપિયા લોકોને ચુકવવાના બાકી હોવાનું પોલીસને જાણવા મળે છે. પોલીસે બીઝેડના સીએ ઋષિત મહેતાની પણ અટકાયત કરીને તેની પણ પૂછપરછ શરુ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.