વેસ્ટમાંથી બેસ્ટ: ઈકો-ફ્રેન્ડલી શ્રીજીની પ્રિતમા
ભુજમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 25 ફૂટની ઈકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી
ઈકો-ફ્રેન્ડલી ગણપતિની પ્રિતમા
ઈકો-ફ્રેન્ડલી ગણપતિની પ્રિતમા
ભુજ ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ટીનસીટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગણપતિ મહોત્સવમાં 25 ફૂટની વિશાળ અને ઈકો-ફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
પૂંઠા, વાંસ, માટી અને ઘાસનો ઉપયોગ
પર્યાવરણનું ધ્યાન રાખીને આ પ્રતિમા પૂંઠા, વાંસ, માટી અને ઘાસનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. મૂર્તિને રંગવા માટે વેજીટેબલ કલર્સનો ઉપયોગ કરાયો છે, જેથી તે સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ છે. ફ્રેન્ડ્સ ગ્રુપના આ "રાજા"ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.
દાનના ઉપયોગથી દર્દીઓની સારવાર
ગણપતિોત્સવ દરમિયાન ફ્રેન્ડ્સ ગ્રુપ માત્ર પૂજા-અર્ચના જ નહીં, પરંતુ સેવાકીય કાર્યો કરીને સમાજને એક અનોખો સંદેશ પણ આપી રહ્યું છે. ગણપતિ મહોત્સવમાં આવતા દાનનો ઉપયોગ ડાયાલિસિસના દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા માટે કરવામાં આવે છે.
કટઆઉટ્સ, સેલ્ફી પોઈન્ટ પણ ઉપલ્બ્ધ
આ ઉપરાંત, આ વર્ષે "ઓપરેશન સિંદૂર" થીમ પર લોકોને અંગદાન વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ થીમ હેઠળ કટઆઉટ્સ, સેલ્ફી પોઈન્ટ અને રેત શિલ્પ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે ભક્તોને અંગદાનનું મહત્વ સમજાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ રીતે, ફ્રેન્ડ્સ ગ્રુપનો આ ગણપતિ મહોત્સવ ધર્મ અને સમાજ સેવાનો સંગમ બની રહ્યો છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?