રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને લોકોએ માર્યો માર
રસોઈયાની લૂંટના ઈરાદે હત્યા કરવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી રાજેશને યુપીથી ઝડપ્યો

મુખ્ય આરોપી રાજેશ હરીનારાયણ વર્મા

મુખ્ય આરોપી રાજેશ હરીનારાયણ વર્મા
ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં બનેલી ચકચારી ઘટનામાં પોલીસે મોટી સફળતા મેળવી છે. અહીં પ્રકાશ માલી નામના રસોઈયાની લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ હત્યારાઓ મૃતક પાસે રહેલા રોકડા રુપિયા અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની ટીમ તપાસના ભાગરૂપે ઉત્તર પ્રદેશ પહોંચી હતી, જ્યાંથી મુખ્ય આરોપી કમલાપ્રસાદ ઉર્ફે રાજેશ હરીનારાયણ વર્માની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીનો ચોંકાવનારો કબૂલાત
પોલીસની કડક પૂછપરછમાં આરોપી કમલાપ્રસાદે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે કબૂલ્યું કે, તેણે તેના અન્ય કારીગર સાથી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ રસોઈયા પ્રકાશ માલીને ચામાં ઘેનની ગોળી આપીને બેભાન કરી દીધો હતો, ત્યારબાદ દોરડા વડે બાંધીને તેની હત્યા કરી હતી. આ હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. પોલીસે હવે ફરાર થયેલા બીજા આરોપી છોટકઉ ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિકોનો આક્રોશ
પોલીસની ટીમે આજ રોજ મુખ્ય આરોપી કમલાપ્રસાદને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આરોપીને જાહેરમાં જોતા જ લોકો ગુસ્સે ભરાયા હતા અને તેને મેથીપાક ચખાડ્યો હતો. પરિવારે અને સ્થાનિક લોકોએ એક અવાજે માંગ કરી છે કે, આરોપીને ફાંસીની સજા થવી જોઈએ જેથી આવા આરોપીઓમાં કડક દાખલો બેસી શકે. ભરૂચ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?